સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 23rd November 2020

ખારાવેઢામાં જુગાર રમતા ૭ ઝડપાયા : વાડી માલીક રાજકોટના ભરવાડની શોધખોળ

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર,તા. ૨૩: એલ.સી.બી. પોલીસ સ્ટાફના માણસો જામનગર તાલુકા વિસ્તારમાં પ્રોહિ જુગાર અંગે પેટ્રોલીંગમાં હતા. દરમ્યાન હેડ કોન્સ. ફીરોજભાઇ દલ તથા વનરાજભાઇ મકવાણાને મળેલ હકિકત આધારે ગંજીપાના વડે જુગાર રમતા મળી આવત તેના કબ્જામાંથી રોકડ રૂ. ૪૦,૮૦૦ તથા મોબાઇલ ફોન નંગ-૨ કિ. રૂ. ૫,૫૦૦ તથા મો.સા. નંગ-કિં.રૂ. ૬૦,૦૦૦ તથા જુગારનું સાહીત્ય વગેરે મળી કુલ કિં. રૂ. ૧,૦૬,૩૦૦ના મુદામાલ સાથે મળી આવતા પોલીસ હેડ કોન્સ. ધાનાભાઇ મોરીએ ફરીયાદ રીપોર્ટ આપતા પો.સ.ઇ. શ્રી આર.બી.ગોજીયાએ તેમના સામે કાયદેસરની કાર્યવાહી કરેલ છે.

(૧) જયેન્દ્રસિંહ રણજીતસિંહ રાઠોડ રહે. ખારા વેઢાગામ, (૨) હરીસિંહ કાનાજી જાડેજા રેહે. ગ્રીન સીટી આગળ દ્વારકાધીશ સોસાયટી (૩) વાલજીભાઇ પેથાભાઇ વધોરા રહે.ભીમવાસ-૨, (૪) જીતુભા દેવાભા જાડેજા રહે. મુંગાણી ગામ, (૫) વીરમલ ચુમનમલ નાગપાલ સીંધી લુવાણા રહે. ભોયંના ઢાળીયા નીચે પઠાણાનો ડેલો (૬) સમીબેન  દેવાયતભાઇ ભીમાભાઇ ડાંગર રહે. ગોકુલનગર શેરી નં.-૬ ને ઝડપી લીધા છે.

તેમજ વાડી માલીક તથા નાશી જનાર રાજભા ઉર્ફે અમદાવાડી ઘેલુભા ચૌહાણ રહે. જામનગર દેવાભાઇ આણંદભાઇ ટોલીયા ભરવાડ રહે. હાલ રાજકોટ વાળાને પકડવાની કાર્યવાહી ચાલુ છે.

આ કાર્યવાહી પો.ઇન્સ. શ્રી કે.જી. ચૌધરીનું સુચનાથી એલ.સી.બી સ્ટાફના માણસો દ્વારા કરવામાં આવેલ છે.

(12:48 pm IST)