સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 23rd November 2020

જુનાગઢ યાર્ડની નવા વર્ષની પ્રથમ મીટીંગમાં ખેડૂત અકસ્માત મૃત્યુ સહાયમાં વધારાની જાહેરાત

જુનાગઢ તા. ર૩: લાભ પાંચમના પવિત્ર દિવસે માર્કેટીંગ યાર્ડના ચેરમેન કિરીટભાઇ પટેલના અધ્યક્ષ સ્થાને વાઇસ ચેરમેન હરેશભાઇ ગજેરા અને તમામ સદસ્યશ્રીઓની હાજરીમાં યોજાયેલ સ્નેહમિલન સમારંભમાં ચેરમેન એ જણાવેલ કે ખેડૂતો માર્કેટીંગ યાર્ડમાં પોતાની જણસીના મહત્તમ ભાવ લઇ શકે તે માટે શોર્ટેક્ષ મશીન વસાવવામાં આવશે. ચેરમેનશ્રીએ પહેલી મીટીંગમાં ખેડૂત અકસ્માત મૃત્યુ વિમા સહાયમાં રૂ. પ૦ હજારનો વધારો કરી રૂ. ૧.પ૦ લાખ જાહેર કરેલ. ખેડૂત લક્ષી શોર્ટેક્ષ મશીનની જાહેરાતથી ખેડુતો અને વેપારીઓમાં આનંદની લાગણી પ્રસરી છે.

સ્નેહમિલન સમારંભમાં ચેરમેન કિરીટભાઇ પટેલ એ.પી.એમ.સી. તથા વેપારી એસોશીયેશન દ્વારા વાઇસ ચેરમેન હરેશભાઇ ગજેરા એ વેપારી એસોશીયેશનના પ્રમુખ હિરાભાઇ તથા વેપારી મિત્રો દ્વારા ભાવભીનું સન્માન કરવામાં આવ્યું હતું.

વાઇસ ચેરમેન હરેશભાઇ ગજેરાએ વેપારી મિત્રોને શુભેચ્છા પાઠવેલ. ત્યારબાદ ચેરમેન કિરીટ પટેલએ શુભેચ્છા પાઠવી સન્માનના પ્રત્યુતરમાં ખેડૂતો અને વેપારી લક્ષી અનેકવિધ વિકાસશીલ વાતો કરી જણાવેલ કે ધરતીપુત્રોની સેવા માટેનું માધ્યમ છે આ સંસ્થા. આ સંસ્થામાં સેવા કરવાની તક મળી તે અમારા માટે ધન્ય છે.

(12:50 pm IST)