News of Monday, 23rd November 2020
સરપદડ - લોધીકા - પડધરીમાં માસ્ક વિના ફરતા લોકો સામે રૂરલ પ્રાંતની ડ્રાઇવ : ૩૭ ઝડપાયા
પડધરીમાં ૨૫ તો લોધીકામાં ૧૨ને દંડ : પોલીસ - મામલતદારની ટીમો સાથે
રાજકોટ તા. ૨૩ : રાજકોટ રૂરલ પ્રાંત શ્રી દેસાઇએ કોરોનાના તરખાટ છતાં માસ્ક વિના રખડતા લોકો સામે ચેકીંગ ડ્રાઇવ હાથ ધરતા કુલ ૩૭ લોકો માસ્ક વિના ઝડપાઇ ગયા હતા, તમામને આકરો દંડ ફટકારાયો હતો.
રૂરલ પ્રાંતશ્રી દેસાઇની સૂચના હેઠળ પોલીસ અને મામલતદારોની ટીમોએ સરપદડ, લોધીકા, પડધરીમાં આજે ધડાધડ ચેકીંગ કર્યું હતું. ટીમો ઉતરી પડતા ૨ થી ૩ વિસ્તારમાં નાસભાગ મચી ગઇ હતી, પરંતુ માસ્ક વિના રખડતા ૩૭ લોકોને ઝડપી લેવાયા હતા અને દંડ ફટકારી દેવાયો હતો.
(3:25 pm IST)