સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 23rd November 2020

સમીસાંજે માંડવીમાં યુવાનની છરીના ઘા ઝીકી કરપીણ હત્યા

ભાભી સાથે સબંધ હોવાની શંકાએ પાલિકા કચેરી પાસેના પાણીના ટાંકા નજીક છરીથી હુમલો કરીને મોતને ઘાટ ઉતાર્યો

માંડવી : શહેરમાં સમી સાંજે નગરપાલિકા કચેરી પાસે આવેલા પાણીના ટાંકા નજીક યુવાન પર છરી વડે હુમલો કરીને મોતને ઘાટ ઉતારી દેવાયો હોવાની ઘટના સામે આવી છે. સાંજ બનેલી આ હત્યાની ઘટનાથી શહેરમાં ચકચાર મચી ગઇ છે.

હત્યા સંદર્ભે માંડવી પોલીસ મથકના પી.આઈ શ્રી ચૌધરીએ જણાવ્યું હતું કે હત્યાની આ ઘટના સાંજના સમયે બની હતી. માંડવીના ગોકુલવાસ વિસ્તારમાં રહેતા જેન્તી પુનશી થારું પર ગોકુળવાસમાં જ રહેતા પરબત કરમશી દનીચા નામના શખ્સે છરી સહિતના તિક્ષણ હથિયારો વડે હુમલો કરીને હત્યા નિપજાવી હતી. માંડવી પીઆઇએ પ્રાથમિક વિગતો આપતા જણાવ્યું હતું કે આરોપી પતબત કરમશી દનીચાની ભાભી સાથે મૃતક જેન્તી થરૂના સંબંધ હોવાની શંકા હોવાથી આરોપીએ આજે સાંજે મૃતક જેન્તી થારું પર જીવલેણ હુમલો કરીને હત્યા નિપજવી હતી. જો કે સૂત્રો પાસેથી મળેલી વિગતો મુજબ આરોપી હત્યાની ઘટનાને અંજામ આપીને પોલીસ સ્ટેશનમાં હજાર થઈ ગયો છે. જો કે પીઆઇ તાપસ ચાલુ હોવાનુ જણાવ્યું હતું. આરોપીની ભાભી સાથે મૃતક જેન્તીના સંબધ હોવાની શંકાને કારણે આ હત્યાની ઘટના બની હોવાનું સામે આવ્યું છે. અને માંડવી પોલીસે મૃતકના પીએમ સહિતની આગળની તાપસ હાથ ધરી છે.

(11:43 pm IST)