ગેલેકસી કો.ઓ.સો.લી. દ્વારા વાંકાનેરમાં મોમીન રત્ન સન્માન
રાજકોટઃ શ્રી ગેલેકસી કો. ઓ. સો. લી. - વાંકાનેર દ્વારા 'મોમીન રત્ન સન્માન સમારંભ' તાજેતરમાં ગેલેકસી હોલ , ચંદ્રપુ૨ તા. વાંકાનેર મુકામે સંપન્ન થયો. ઘણા લાંબા સમયથી મુળ વાંકાને૨ તાલુકાના મોમીન સમાજના શિક્ષણમાં પ્રતિભાશાળી વિદ્યાર્થિઓ તથા સોસાયટીના સભાસદોના સંતાનોનું સન્માન કરવામાં આવેલ.
લોકડાઉનના કા૨ણે ગતવર્ષે આ કાર્યક્રમ યોજી શકાયો ન હોવાથી પરિણામે ચાલુ વર્ષે તેજસ્વી વિદ્યાર્થીઓ અને નોકરી મેળવનાર કર્મચા૨ીઓનું તેમજ ઉ૫૨ોકત લાયકાત ધરાવતા સોસાયટીના સભાસદોના સંતાનોના સન્માન કાર્યક્રમની શરૂઆત શ્રી ગેલેકસી કો. ઓ. સો. લી. એમ. ડી. તથા સ્થાપક શ્રી અબ્દુલભાઇ બાદીએ સોસાયટીની વિકાસગાથા ૨જુ ક૨વા સાથે હાલના આર્થિક સ્થિતિના આંકડાઓ ૨જુ કર્યાં. તેમજ સોસાયટીની સમાજ ઉપયોગી કામગી૨ીનો ઉંડાણપુર્વકનો ચિતા૨ ૨જુ કરેલ.
આ સમારંભમાં શ્રી ઇ૨ફાન પી૨ઝાદા તથા અતિથિ વિશેષ એ. એ. બાદી- મદદનીશ સચિવ - આરોગ્ય વિભાગ - ગાંઘીનગ૨, મીમનજી હાજીસાહેબ પ્રમુખ , બૈતુલમાલ ટ્રસ્ટ, ઇકબાલ ભૈય , પ્રમુખ સુન્ની સુમ૨ા એજયુકેશન ટ્રસ્ટ , ૨ાજકોટ ઉપસ્થીત રહયા.
આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર, શિલ્ડ તથા મોમેન્ટો અપૅણ ક૨વામાં આવ્યા હતા. કાર્યક્રમથી વ્યવસ્થાનું સંચાલન સોસાયટીના મેનેજર લીયાકતભાઈ બાદી તથા સ્ટાફ દ્વારા કરવામાં આવેલ હોવાનું યાદીમાં જણાવાયું છે.