સૌરાષ્ટ્ર-કચ્છ
News of Sunday, 24th January 2021

ઓરેવા” ગ્રુપના જયસુખ ભાઈ પટેલ મોરબીને GIDC ફાળવવા ના નિર્ણયને આવકાર્યો

સરકાર તરફથી લેવાયેલ મોરબી માટે નો વિકાસશીલ નિર્ણય ખરેખર આવકારદાયક છે એવી લાગણી “ઓરેવા” ગ્રુપના જયસુખભાઇ એ વ્યક્ત કરી

મોરબીના વિકાસ માટે જયસુખભાઇ લાંબા સમયથી સામૂહક રજૂઆત અને પ્રયત્નો કરી રહ્યા છે. કોરોના મહામારી ના કપરા સમયમાં પણ મોરબીના ઉદ્યોગો ટકી રહે તદુપરાંત મોરબીમાં લોકોની રોજગારી જળવાઈ રહે તેવા અનેક નિરંતર સામુહિક પ્રયાસો અને રજુઆતો જયસુખભાઇ એ કરેલ હતી મોરબી સિરામિક હબ અને કલોક હબ ની સાથે સાથે હજુ પણ વધુ ને વધુ ઊંચાઈઓ સર કરે તેવા વિચારો સાથે જયસુખભાઇ કામ કરી રહ્યા છે.

મોરબીને GIDC ફાળવવા બદલ જયસુખભાઇ વિજયભાઈ રૂપાણીનો આભાર વ્યક્ત કરે છે તદુપરાંત ઉદ્યોગનગરી મોરબીની દરેક પાયાની જરૂરિયાત માટે ભવિષ્યમાં પણ ચોક્કસ સહકાર આપશે એવી અપેક્ષા રાખે છે.

(4:38 pm IST)