સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 24th January 2022

મોરબીમાં પરિવારના મોભીની સ્મૃતિમાં કારિયા પરિવાર દ્વારા ફ્રી મેડીકલ કેમ્પ યોજાયો :૧૫૦ થી વધુ દર્દીઓએ લાભ લીધો.

મોરબીમાં કારિયા પરિવાર દ્વારા પરિવારના મોભીની પુણ્ય સ્મૃતિમાં નિશુલ્ક મેડીકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું
આજરોજ સ્વ. હેમકુંવરબેન ધીરજલાલ કારીયાની પુનિત યાદમાં પ્રવિણકુમાર ધીરજલાલ કારીયા (ધોધુભાઈ) દ્રારા ફ્રી મેડીકલ કેમ્પનું આયોજન કરાયું હતું જેમાં ડો. હસ્તી મહેતાએ દર્દીઓને તપાસીને વિનામૂલ્યે દવાઓ પણ આપી હતી જે કેમ્પનો ૧૫૦ થી વધુ દર્દીઓએ લાભ લીધો હતો.
ડો. સુરેશભાઈ કાલરીયા દ્વાર દર્દીઓની આંખો તપાસવામાં આવી હતી, ડો. હાર્દિક જેશવાની તેમજ સહદેવસિંહ ઝાલા દ્વાર બ્લડસુગર તો કેતન મહેતા દ્વારા બીપી ચેક કરી આપવામા આવ્યું હતું. કેમ્પને સફળ બનાવવા માટે કૌશિકા રાવલ ચંદ્રલેખાબેન મહેતા, રશ્મિભાઈ તેમજ જીગર ભટ્ટે જહેમત ઉઠાવી હતી. આ તકે કારીયા પરિવારના રુચિર કારીયા, ગૌરવ કારીયા સહિતના ઉપસ્થિત રહ્યા હતા.:

(10:08 am IST)