સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 24th January 2022

ધોરાજી શહેર ભાજપ મંત્રી તરીકે મહેશ વી. પટેલની વરણી

(ધમેન્દ્ર બાબરીયા દ્વારા) ધોરાજી તા. ર૪ : શહેર ભાજપ મંત્રી તરીકે યુવા એડવોકેટ અને યુનીક સ્કુલ ઓફ સાયન્સના ટ્રસ્ટી મહેશ વી.પટેલની દિનેશભાઇ અમૃતીયા (પ્રદેશ કારોબારી સભ્ય) દ્વારા નિમણુંક પત્ર આપીને નીમણુંક કરેલ હતી. આમ ભાજપ કાર્યકારો હોદેદારો, સહીતની હાજરીમાં વરણીને આવકારીને સન્માન કરેલ હતું.

આ તકે દીનેશભાઇ અમૃતીયા પ્રદેશ કારોબારી સભ્ય, વી.ડી.પટેલ પ્રદેશ કારોબારી સભ્ય, હરસુખભાઇ ટોપીયા, રાજકોટ જીલ્લા ભાજપ મંત્રી, વીનુભાઇ માથુકીયા શહેર ભાજપ પ્રમુખ, હમીદભાઇ ગોડીલ પ્રદેશ ઉપાધ્યક્ષ લઘુમતી મોરચો, મનીષ કંડોલીયા, પરેશ વાગડીયા, વિજય બાબરીયા, કૌશીક વાગડીયા, વિજયભાઇ અંટાળા (ભગવાન), બાબુભાઇ વીઝૂંડા, મીહીર હીરપરા, કાર્યાલય મંત્રી વિઠ્ઠલભાઇ હીરપરા, રાજુભાઇ બાલધા, તુષાર સોંદરવા, પ્રવીણભાઇ શીરોયા, મનોજભાઇ મારવાણીયા, મનુભાઇ ભાજપ, રમણીકભાઇ ટોપીયા, કીરીટભાઇ વઘાસીયા, જીતુભાઇ વઘાસીયા સહીતના લોકોએ મહેશ વી.પટેલને અભીનંદન આપેલ હતા.

(12:53 pm IST)