સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 24th February 2021

સલાયાની પરિણીતાને પતિ અને સૌતનનો ત્રાસ : પોલીસમાં રાવ

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળીયા, તા. ર૪ : સલાયામાં પાવર હાઉસ પાછળ કુભારવાળા નજીક હાલ માવતરના ઘરે રહેતી બેનઝીર મહેમુદ ધાવડા  (ઉ.વ.રદ્બ) નામની પરિણીતાએ ખંભાળિયા મહિલા પોલીસ મથકમાં નોંધાવેલી ફરીયાદમાં પતિ મહેમૂદ  ઓસમાણ ધાવડા તથા તેમની બીજી પત્ની સબિરા મહેમુદના નામ આપ્યા છે. જેમાં જણાવ્યું છે કે,  મારા લગ્ન સાતેક વર્ષ પહેલાં મહેમુદ સાથે થયા છે અને તેમાં સંતાનમાં એક ૨ વર્ષ અને એક ૩ વર્ષની  દિકરી છે. હાલ હું દોઢેક વર્ષથી મારા માવતરન।  ઘરે રહું છું. લગ્નના ત્રણેક વર્ષ સુધી મને સારી  રીતે રાખી હતી એ પછી પતિને સબીરા નામની છોકરી સાથે અફેર હોવાની મને જાણ થતા અ। વાત  મારા સાસુ-સસરાને કરી હતી. પરતુ, સાસુ સસરાએ મને જ્તાવી દીધું હતું કે, મહેમુદ અમારું માનતો  નથી તારે જેમ કરવું હોય તેમ કર એ પછી પતિ નાની નાની વાતે ઝગડા કરી કોઈ વસ્તુઓ પણ લાવી  દેતો નહતો અને મારફૂટ કરતો હતો. તેમની પ્રેમીકા શબિરા પણ તેમને ચડામણી કર  તારે બેનઝીર સાથે રહેવુ હોય તો હુ તારી સાથે નહીં રહ્ર? તેવ કહેતાં પતિએ શબિર। સાથે બિજા લગ્ન  કર્યા હતાં અને છએક મહિના અમારા થરમાં સાથે રહેતી હતી.

આ દરમિયાન શબિરા સાથે પણ  ઝગડાઓ થતાં હોવાથી પતિ અને સૌતન શબિરા એકસંપ થઈ મને માવતરના ધરે જવા માટે દબાણ  કરતાં હતાં અને મેણાટોણા મારતા હતાં. શબિરા પણ પરણિત હોવાની મને જાણ થયેલ હતી. બંન્ને વધુ  ને વધુ ત્રાસ આપી ઘરછોડવા માટે મને મજબુર કરતાં હું દોઢેક વર્ષથી મારા માવતરના ઘરે રહુ છું. પરિણીતાની ફરીયાદ પરથી પોલીસે પતી મહેમુદ ઘાવડા અને સૌતન શબિરા મહેમુદ વિરૂધ્ધ ગુનોનો  ધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મીઠાપુરની પરિણીતાની જામનગર સ્થિત પતિ-સાસુ  વિરૂધ્ધ સામે ફરીયાદ 

મીઠાપુરના ટાટા ટાઉનશીપ જયૂબેલી કવાર્ટરમાં નં ૪૧માં માવતરના ઘરે રહેતી આશીયાનાબેન હયાઝ  ધૈયમ (ઉ.૧.૩૦) નામની પરિણીતાએ જામનગરના અમન સોસાયટીમાં રહેતાં પતિ હયાઝ હુશેનભાઈ  થૈયમ તથા સાસુ મેરૂનબેન વિરૂધ્ધ ખંભાળિયા પોલીસમાં નોંધાવેલી ફરીયાદમાં જણાવ્યું છે કે,    તેમના લગ્નના બે મહિના પછી પતિ માનસીક અને શારિરીક ત્રાસ આપી મારમારતો હતો. તથા સાસુ  મેરૂનબેન પતિને સંતાનમાં દિકરી આવેલી હોવાથી ચડામણી કરી મેણાટોણા મારી ત્રાસ આપતાં હતાં.  બનાવ અગે પોલીસે પતિ-સાસુ વિરુઘ્ઘ ગુનો નોંધી વઘુ તપાસ હાથ ધરી છે.

(2:41 pm IST)