સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 24th June 2021

ગુજરાતના પશુધન નિભાવવા અન્ય રાજ્યમાં જતા માલધારીઓને થતી હેરાનગતિ રોકવા માંગ : માલધારી અગ્રણીએ વડાપ્રધાનને પત્ર લખ્યો

મોરબી : ગુજરાત રાજ્યના કચ્છ સહિતના જીલ્લાના માલધારી પશુધન નિભાવવા અન્ય રાજ્યમાં જતા હોય જ્યાં માલધારીને જે તે રાજ્યના જીલ્લાના ફોરેસ્ટ વિભાગ દ્વારા અને અન્ય લોકો દ્વારા હેરાનગતિ કરવામાં આવતી હોય જે મામલે દેશના વડાપ્રધાનને પત્ર લખી યોગ્ય કરવા માંગ કરી છે

  કોંગ્રેસ માલધારી સેલના અગ્રણી રમેશભાઈ રબારીએ દેશના પીએમને પત્ર લખી જણાવ્યું છે કે ગુજરાત રાજ્યના કચ્છ તેમજ અન્ય જીલ્લાના માલધારીઓ અગાઉ ગુજરાત રાજ્યમાં દુષ્કાળની સ્થિતિને પગલે પશુધનને નિભાવવા દેશના અલગ અલગ રાજ્યમાં ગયેલ જ્યાં પોતાના કુટુંબ કબીલા સાથે પશુધન સાથે વસવાટ કરે છે જે પૈકી મહારાષ્ટ્રના નાગપુર જીલ્લાના બળેગાંવ, આપતુર, ઉમરેઠ તેમજ તેલંગાણા રાજ્યના કેરમેરી ગાવ, તાલુકો મંડળ, આશિકાબાદ, છતીસગઢ તેમજ ઝારખંડ જેવા રાજ્યમાં કચ્છ અને સૌરાષ્ટ્રના માલધારીઓ પોતાના માલઢોર અને કુટુંબ સાથે વસવાટ કરે છે જેને જિલ્લાઓના ફોરેસ્ટ વિભાગ દ્વારા અને સ્થાનિક લોકો દ્વારા હેરાનગતિનો સામનો કરવો પડે છે
  જેથી માલધારી તે રાજ્યના જીલ્લાઓ છોડવા મજબુર બને છે જેથી આપની કક્ષાએથી તમામ રાજ્યના મુખ્ય સચિવોને સુચના આઈ માલધારીઓને થતી હેરાનગતિ બંધ કરાવવા અને જાનમાલની તેમજ પશુપાલન ચરિયાણની વ્યવસ્થામાં કોઈ મુશ્કેલી ના પડે તે બાબતે સુચના આપવા માંગ કરી છે

(12:56 am IST)