સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 24th June 2021

નિકાવામાં અડધો ઇંચ : રાજકોટ-બરવાળા-જુનાગઢ અને ગોંડલના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી ઝાપટા

રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં ધુપ-છાંવનો માહોલ

રાજકોટ તા. ર૪ : રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં વરસાદના વિરામ વચ્ચે હળવા-ભારે ઝાપટા વરસી જાય છે.

છેલ્લા ર૪ કલાકમાં રાજકોટ શહેર બોટાદના બરવાળા, જુનાગઢ તથા ગોંડલ, રાજકોટ હાઇ-વે ઉપરના શાપર વેરાવળ ભુણાવા સહિતના વિસ્તારોમાં વરસાદી ઝાપટા વરસ્યા હતા.

સાર્વત્રિક વરસાદના બદલે માત્ર ઝાપટા વરસી રહ્યા છે અને બફારાનો અનુભવ થઇ રહ્યો છે.

જામનગર

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગરઃ જીલ્લામાં છેલ્લા ર૪ કલાકમાં કાલાવડના નિકાવામાં અડધો ઇંચ વરસાદ પડયો હતો. જયારે મહત્તમ તાપમાન ૩પ ડિગ્રી લઘુતમ ર૭.પ ડિગ્રી હવામાં ભેજ ૭૬ ટકા અને પવનની ઝડપ ૧ર.૬ કિ.મી.પ્રતિ કલાક રહી હતી.

(10:58 am IST)