મોરબીના જુના બસ સ્ટેન્ડ નજીક ગેસ્ટ હાઉસમાં ચાલતા કૂટણખાના પર પોલીસનો દરોડો
ગેસ્ટ હાઉસના માલિક અને મેનેજરની ધરપકડ: બંગાળ સહિતના સ્થળેથી લાવેલી ૪ યુવતીઓને છોડાવી
મોરબીના જુના બસ સ્ટેન્ડ નજીક આવેલ ગેસ્ટ હાઉસમાં કૂટણખાનું ધમધમતું હોય જે બાતમીને પગલે મોરબી સીટી એ ડીવીઝન પોલીસે દરોડો કરીને ગેસ્ટ હાઉસના માલિક અને મેનેજરની ધરપકડ કરી છે તેમજ રોકડ રકમ, મોબાઈલ સહિતનો મુદામાલ જપ્ત કરવામાં આવ્યો છે તો અન્ય રાજ્યમાંથી આવેલ ૪ યુવતીઓને પોલીસે છોડાવી હતી
મોરબીના જુના બસ સ્ટેન્ડ પાસે વરદાન હોસ્પિટલ પાસે આવેલ વ્રજ ગેસ્ટ હાઉસના માલિક ઘનશ્યામ પ્રભુભાઈ જીંજુવાડિયા(રહે મોરબી કંડલા બાયપાસ ધર્મસૃષ્ટિ સોસાયટી) અને મેનેજર વિકાસ ચેન્સુખલાલ જૈન( રહે વ્રજ ગેસ્ટ હાઉસ મૂળ જોધપુર રાજસ્થાન )ગેસ્ટ હાઉસમાં અન્ય જીલ્લા અને અન્ય રાજ્યની છોકરીઓ બોલાવી ગેસ્ટ હાઉસમાં કૂટણખાનું ચલાવતા હોય જે બાતમીને પગલે એ ડીવીઝન પોલીસે ડમી ગ્રાહક મોકલ્યો હતો અને મળેલ બાતમીની ખરાઈ થતા એ ડીવીઝન પોલીસે દરોડો કર્યો હતો જેમાં ગેસ્ટ હાઉસમાં રેડ કરતા પશ્ચિમ બંગાળ રાજ્યની એક યુવતી મળી આવી હતી તે ઉપરાંત ગાંધીનગર જીલ્લાની રહેવાસી અને મુંબઈની રહેવાસી યુવતીઓ મળી આવી હોય જેની પાસે દેહ વ્યાપાર કરાવવામાં આવતો હતો રેડ કરીને પોલીસે ચાર યુવતીઓને છોડાવી હતી
એ ડીવીઝન પોલીએ રેડ દરમિયાન રોકડ રકમ, ૨ મોબાઈલ સહીત ૧૩,૩૦૦ નો મુદામાલ જપ્ત કર્યો છે તેમજ આરોપી ગેસ્ટ હાઉસના માલિક અને મેનેજરની ધરપકડ કરીને આરોપીઓ સામે ધી ઇમોરલ ટ્રાફિક પ્રિવેનશન એક્ટની કલમ ૧૯૫૬ ૩ (1), ૫(એ)(ડી), 6(1) (બી) અને ૪ મુજબ ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે