News of Thursday, 23rd June 2022
ઉનાની મહિલા કોલેજમાં યોગ દિનની ઉજવણી
ઉના : મહિલા આર્ટસ કોલેજની એન.એસ.એસ. યુનિટની વિદ્યાર્થીનીઓને વિશ્વ યોગ દિવસ નિમિતે ઉના પતંજલી યોગ કેન્દ્રનાં ગુરૂ દાસભાઇના માર્ગદર્શન હેઠળ વિવિધ યોગાસાનો, યોગ નિર્દેશન કરેલ હતું. પ્રાંત અધિકારીશ્રી રાવલ એલઆઇસી બ્રાંચ ઓફિસના મેનેજર લલિતભાઇ ચુડાસમા, ઉના તાલુકા કેળવણી મંડળના પ્રમુખ જીતુભાઇ શેડ તથા મંડળના સદસ્યો, પ્રિન્સીપાલ પારેખભાઇ તથા કોલેજ પરિવાર હાજરી આપી હતી. કાર્યક્રમનું સંચાલન અને માર્ગદર્શન પ્રા.ડોકટર લલીતભાઇ બારૈયાએ કરેલ હતું. યોગ દિવસની ઉજવણીની તસ્વીર.
(10:42 am IST)