સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 23rd June 2022

પોરબંદરઃ લો વોલ્‍ટેજનો પ્રશ્‍ન ઉકેલાયો

પોરબંદર : જિલ્લાના રાણાવાવ તાલુકાના અમર ગામે ઇલેકટ્રીક પ્રોબ્‍લેમ હોય અમે ડીમ પાવર આવતો હોય કારણે કે વાયર જૂના હોય તેના હિસાબે ગ્રામજનો હેરાન થતા હોય ત્‍યારે કોંગ્રેસ આગેવાનોને જાણ કરતા તેઓએ વીજ ડેપ્‍યુટી એન્‍જિનિયરશ્રી પાણખાણીયાને રજુઆત કરતા તાત્‍કાલિક જૂના વાયર કાઢી નવો કેબલ નાખવામાં આવ્‍યો હતો. કોંગ્રેસ આગેવાન રાજવીર મોઢવાડિયા, કોંગ્રેસ આગેવાન ગાંગાભાઇ તથા જિલ્લા કોંગ્રેસ પૂર્વ પ્રમુખ નાથાભાઇ ઓડેદરાએ સફળ રજુઆત કરી હતી. કેબલ બદલવાની કામગીરી કરવામાં આવી તે તસ્‍વીર.

(1:18 pm IST)