સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 23rd June 2022

મેટોડામાં જયદિપ પાડલીયાને દૂકાનમાંથી કારમાં નાંખી દૂર લઇ જઇ બેફામ ધોકાવ્યો

તમે છોકરીની છેડતી કરો છો કહી અગાઉ નરેશભાઇએ માથાકુટ કરી હતીઃ તેણે વિભા ગમારા સહિતના માણસો મોકલી હુમલો કરાવ્યાનો જયદિપના પિતા મહેશભાઇનો આક્ષેપ

રાજકોટ તા. ૨૩: મેટોડા જીઆઇડીસીમાં રહેતથાં અને ગેઇટ નં. ૨માં જય હેર આર્ટ નામે વાળંદ કામની દૂકાન ચલાવતાં જયદિપ મહેશભાઇ પાડલીયા (ઉ.વ.૨૨)ને વિભા ગમારા સહિતના શખ્સોએ ધોકાથી માર મારી ઢીકાપાટુ મારતાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવતાં ચોકીના સ્ટાફે લોધીકા પોલીસને જાણ કરી હતી.

જયદિપના પિતા મહેશભાઇ પાડલીયાએ જણાવ્યું હતું કે અમે મેટોડામાં ટેનામેન્ટમાં રહીએ છીએ અને સામેના ભાગે એપાર્ટમેન્ટમાં નરેશભાઇ રહે છે. અમારા છોકરાઓ ઘર પાસે બેસતાં હોઇ અગાઉ નરેશભાઇએ 'આ છોકરા છોકરીઓની છેડતી કરે છે' તેવો આક્ષેપ કરી માથાકુટ કરી હતી. અગાઉના મનદુઃખનો ખાર રાખી તેણે વિભા ગમારા સહિતના માણસોને મારા દિકરા જયદિપની દૂકાને મોકલ્યા હતાં.આ શખ્સો જયદિપને મારકુટ કરી કારમાં નાંખી દૂકાનથી અડધો કિલોમીટર દૂર લઇ ગયા હતાં અને બેફામ મારકુટ કરી  હતી. લોકો ભેગા થઇ જતાં આ શખ્સો ભાગી ગયા હતાં. આક્ષેપો અંગે પોલીસે તપાસ હાથ ધરી છે.

(12:06 pm IST)