સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 23rd June 2022

રાજયમાં કોરોનાના કેસ વધતા ફરી માસ્ક દેખાવા લાગ્યું !!

અધિકારીઓ પણ મીટીંગમાં પહેરવા લાગ્યા

ખંભાળીયા, તા. ર૩ :  છેલ્લા કેટલાક સમય થયા કોરોના કેસોમાં વધારો થવા લાગતા ફરી લોકોમાં જાગૃતિ આવવા માંડી છે તથા ફરી માસ્ક કયાંક કયાંક દેખાવા લાગ્યા છે.

તાજેતરમાં જિલ્લા કક્ષાની મીટીંગમાં પણ કેટલાક અધિકારીઓ માસ્ક પહેરીને આવતા હતાં તો લોકો પણ હવે ભીડ ભર્યા સ્થળો પર માસ્ક સાથે જવા લાગ્યા છે તો માસ્કના ધંધાર્થીઓને પણ થોડો વેપાર શરૂ થયો છે.

જો કે સરકારે માસ્ક ભંગનો ૧૦૦ રૂા. દંડનો નિયમ તો ચાલુ જ રાખ્યો છે. પણ તેનો અમલ ના કરતા લોકો બેફીકરાઇ થઇ માસ્ક વગર રખડતા હતા તેઓ આ નિયમ ફરી કડક બને તો માસ્ક પહેરવા માનસિક તૈયાર થવા લાગ્યા છે.

(12:58 pm IST)