સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 23rd June 2022

મેંદરડા પાસે બાઇક સાથે બાઇક ટકરાતા નાની ખોડીયારનાં યુવાનનું મોત

(વિનુ જોષી દ્વારા) જૂનાગઢ,તા. ૨૩ : મેંદરડા પાસે બાઇક સાથે બાઇક ટકરાતા નાની ખોડીયારનાં યુવાનનું મોત થયુ હતું.
મેંદરડા તાલુકાના નાની ખોડીયાર ગામના મનોજભાઇ ધરમસિંહભાઇ સોલંકી નામનો યુવાન મંગળવારે સાંજે તેના જીજે-૧૧-સીબી -૩૫૧૩ નંબરના મોટર સાયકલ ઉપર તેના ગામથી મેંદરડા જતો હતો.
ત્‍યારે મેંદરડા-સાસણ રોડ ઉપર પેટ્રોલ પંપ સામે જીજે-૧૧સીબી-૯૧૧૬ નંબરનો બાઇક ચાલક આડો ઉતર્યો હતો અને તેનુ બાઇક મનોજભાઇના બાઇક સાથે અથડાયુ હતું.
આ પ્રમાણે સર્જાયેલા અકસ્‍માતમાં મનોજ સોલંકીનું ગંભીર ઇજા થવાથી મૃત્‍યુ થતા પી.એસ.આઇ કે.એમ. મોરીએ તપાસ હાથ ધરી છે.

 

(1:09 pm IST)