સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 23rd June 2022

જામનગરમાં લૂંટ કરનાર શખ્‍સ કુટુંબીજનોને મળવા આવતા ઝડપાયો

પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલું તથા I/C નાયબ પોલીસ અધિક્ષક જે.એસ.ચાવડાની સુચના અને પોલીસ ઇન્‍સપેકટર કે.જે.ભોયના માર્ગદર્શન મુજબ પો.સબ.ઇન્‍સ.સી.એમ.કાંટેલીયા તથા સર્વેલન્‍સ સ્‍ટાફના માણસો પ્રયત્‍નશીલ હતા. ગત તા.૦૧/૦૬/૨૦૨૨ના રોજ જામનગર રાજકોટ હાઇવે પર, શીવ શકિત ટ્રાન્‍સપોર્ટની ઓફીસ પાસે એક મોટરસાયકલ પર આવેલ બે ઇસમોએ ફરીયાદી તથા સાહેદીને છરી બતાવી રોકડા રૂપિયા તથા મોબાઇલ ફોન મળી કુલ રૂ. ૮૩,પ૦૦ ની લુંટ કરેલ હતી જે ગુનો વણશોધાયેલ હતો

સર્વેલન્‍સ સ્‍ટાફના માણસો પો.સબ ઇન્‍સ સી.એમ.કાટેલીયા સાથે પેટ્રોલીયા સાથે પેટ્રોલીંગમા હતા દરમ્‍યાન પો.કોન્‍સ.ધર્મેન્‍દ્રસિંહ જાડેજા તથા હિતેશભાઇ સાગઠીયાને સંયુકત રીતે બાતમી મળેલ કે ઉપરોકત લુટમાં બે ઇસમો (૧) અબ્‍દુલ ઉર્ફે કાસમભાઇ જોખીયા રહે. જામનગર ધરાનગર-૧, સલીમ બાપુના મદ્રેસા પાસે તથા (૨) આબીદ ઉર્ફે આબલો રસીદભાઇ ચંગડા રહે જામનગર, ધરાનગર-૧, કેવડા પાટા-૨ સ્‍કુલ સામેવાળા સંડોવાયેલ છે અને તેઓ ગુનો કરીને રાજય બહાર નાશી ગયેલ હતા જેમા અબ્‍દુલ ઉર્ફે અબુડો પોતાના કુટુમ્‍બીજનોને મળવા આવવાનો છે તેવી હકીકત મળેલ હોય જે આધાર વોચ રાખી દરમ્‍યાન આરોપી અબ્‍દુલ ઉર્ફે અબુડો કાસમભાઇ જોખીયા જાતે સંધી ઉ.વ.૩૫ રહે, જામનગર, ધરાનગર-૧, સલીમ બાપુના મદ્રેસા પાસે વાળા મળી આવતા મજકુરની પુછપરછ કરતા પોતે લુટ કરેલની કબૂલાત આપતા મજકુરની ઝડતી કરતા લુટ કરી મેળવેલ રૂ . ૫,૫૦૦/- મળી આવતા મજકુરને મુદ્દામાલ સાથે હસ્‍તગત કરી પંચ એ ડીવી. પો.સ્‍ટે.ને વધુ કાયદેસરની કાર્યવાહી સારૂ સોપી આપેલ છે. અને પંચ એ ડીવી.પો.સ્‍ટે.નો લુટનો અનડીટેકટ  ગુનો શોધી કાઢેલ છે

આ કામગીરી સીટી બી પો.સ્‍ટે.ના. પો.ઇન્‍સ. કે.જે.ભોય, પો.સબ.ઇન્‍સ. સી.એમ.કાંટેલીયા તથા એ.એસ.આઇ.હિતેશભાઇ ચાવડા પો.હેડ. કોન્‍સ. રવિરાજસિંહ જાડજા, રાજેશભાઇ વેગડ, ક્રિપાલસિંહ સોઢા, મુકેશસિંહ રાણા પો.કોન્‍સ. ધર્મેન્‍દ્રસિંહ જાડજા, હરદિપભાઇ બારડ, સંજયભાઇ પરમાર, યુવરાજસિંંહ જાડેજા, હિતેશભાઇ સાગઠીયા, મનહરસિંહ જાડેજા દ્વારા કરવામાં આવેલ છે.

(1:29 pm IST)