સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 23rd June 2022

ખંભાળિયા પાલિકામાં ૧૦ ચીફ ઓફીસર બદલાયા પછી ૧૧માં કાયમી મુકાયા પણ તેઓ તાલીમમાં હોય વધુ એક ઇન્‍ચાર્જ નિમાયા

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળીયા, તા. ર૩ :  ગુજરાતની નગરપાલિકાઓમાં ચીફ ઓફિસરની બાબતમાં ઇન્‍ચાર્જ તથા બદલીઓમાં ખંભાળિયાનો રેકોર્ડ થયો હોય તેમ સવા વર્ષમાં ૧૦ ચીફ ઓફિસર રેગ્‍યુલર તથા ઇન્‍ચાર્જ બદલાઇ ગયા પછી તાજેતરમાં સાંસદ તથા આગેવાનોની સી.એમ.ને રજુઆત ને પગલે રાજય સરકારે કરેલી પણ તેઓ હાલ તાલીમમાં છે જે તાલીમ સાત દિવસ વધુ લંબાતા વધુ એક વખત ચીફ અહીંયા તરીકે ૧૧માં તરીકે જામજોધપુરના ચીફ ઓફિસર મેહુલ જોધપુરાને ઇન્‍ચાર્જ તરીકે નિમણુંક માટેનો હુકમ થયો છે. માર્ચ-ર૧ થી જુન-રર સુધીમાં પંદર મહીનામાં ૧૧ ચીફ ઓફિસર અને નવા આવશે તે બારમાં ચીફ ઓફિસર થશે ૧પ માસમાં !!!

(1:30 pm IST)