સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 23rd June 2022

જેતપુરના એસટી બસ સ્ટેન્ડમાં રાત્રીના પંખા બંધ રહેતા મુસાફરો કાળજાળ ગરમીમાં હેરાન

રાત્રીના ટીસી ન હોય પંખા બંધ રહે છેઃ ડેપો મેનેજર

(કેતન ઓઝા દ્વારા) જેતપુર તા.ર૩ : સરકાર દ્વારા સારી સુવિધાઓ કરી આપવામાં આવે છે. પરંતુ તેની માવજત કે વ્યવસ્થા યોગ્ય ન થઇ શકતી હોય લોકોને હાલાકી ભોગવવી પડે છે. રાજયમાં જુના બસ સ્ટેન્ડ તોડી નવા આલીશાન સુવિધા વાળા બસ સ્ટોપ બનાવવામાં આવ્યા એરપોર્ટ જેવા અને સારી  સુવિધાવાળા બનાવવામાં જે મુજબ શહેરનું બસ સ્ટેન્ડ પણ બનાવાયું છે. હાલ કાળજાળ ગરમીના લોકો સામનો કરી રહયા હોય. પણ અસર ન કરતા હોય તેવો બફારોથાય છે. એસ.ટી. બસ સ્ટેન્ડમાં રાત્રે ૯ વાગ્યા પછી પંખા બંધ કરી દેવામાં આવે છે.

રાત્રીના સમયે મુસાફરો ગરમીમાં  ઉકળી ઉઠે છે.તેવા નાના બાળકોની પરિસ્થિતિ અત્યંત ખરાબ થઇજાય છે. આ પ્રશ્ને  ડેપોમેનેજરના સંપર્ક સાધતા તેમણે જણાવેલ કે રાત્રીના સમયના ટીસી કોઇ ન હોય ૯ વાગ્યે પંખા બંધ કરી દેવા પડે છે મે ઉપર રજુઆત કરેલ છે. જયારે રાત્રીના ટીસીની નિમણુંક થઇ જશે. ત્યારથી પંખા રાત્રી ચાલુ રાખવામાં આવશે.

રાત્રીના સમયે લાંબા અંતરની બસો આવતી હોય તેમા જવા માટે મુસાફરોએ સમય પહેલા પહોંચી જવુ પડે છે અને પંખા બંધ હોય ગરમીનો સામનો કરવો પડે છે. શહેરના જાગૃત નાગરિક નરેન્દ્રભાઇ પાઘડારે જણાવેલ કે ર૪ કલાક વાયફાયની સુવિધા આપવાને બદલે પંખા ચાલુ રાખે તો પણ સારૂ નેટ દરેકના મોબાઇલમાં હોય જ છે. સરકાર પ્રાથમીક સુવિધાઓ આપે નહી કે લકઝરીયસ હોય જોવાનું એ છે કે તંત્ર ચોમાસુ શરૂ થાય તે પહેલા પંખા ચાલુ કરાવે છે કે મુસાફરોને હાલાકી ભોગવવી પડે છે.

(1:38 pm IST)