સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 24th June 2022

કોંગ્રેસ હાઇકમાન્‍ડે યુવા નેતા યજુવેન્‍દ્રસિંહ જાડેજામાં વિશ્વાસ મુકી પુનઃકચ્‍છ જીલ્લા કોંગ્રેસના પ્રમુખ તરીકે જવાબદારી સોંપી

(વિનોદ ગાલા દ્વારા) ભુજ,તા. ૨૪ : અખિલ ભારતીય રાષ્‍ટ્રીય કોંગ્રેસ પ્રમુખ શ્રીમતી સોનીયા ગાંધી તથા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ જગદીશભાઇ ઠાકોર દ્વારા કચ્‍છ જીલ્લા કોંગ્રેસના સંગઠનના મોભી તરીકે યુવા અને ઉત્‍સાહી આગેવાન શ્રી યજુવેન્‍દ્રસિંહ જાડેજાને પુનઃ કચ્‍છ જીલ્લા કોંગ્રેસના પ્રમુખ પદે નિમણુંક કરી જેનાથી કચ્‍છ જીલ્લાના કોંગ્રેસી આગેવાનો-કાર્યકરોમાં ઉત્‍સાહ ફેલાયો છે.

શ્રી જાડેજા સતત ત્રણ વર્ષથી કચ્‍છ જીલ્લા કોંગ્રેસની સંગઠનની જવાબદારી નિભાવી રહ્યા છે. તેઓની સારી કામગીરી મૃદુ સ્‍વભાવ, તથા ભાજપ સરકાર વિરૂધ્‍ધના કાર્યક્રમોમાં સતત સઘર્ષશીલ અને અગ્રેસર રહેતા પાર્ટી હાઇકમાન્‍ડે પુનઃજવાબદારી મળતા આગામી વિધાનસભાની ચૂંટણીઓમાં કોંગ્રેસ પક્ષ વધુ મજબુત બનશે.

આ વરણીને પ્રદેશ મહામંત્રીઓ સર્વશ્રી વી.કે.હુંબલ, આદમભાઇ ચાકી, નવલસિંહ જાડેજા, શૈલેન્‍દ્રસિંહ જાડેજા, ઉષા ઠક્કર, વાલજીભાઇ દનિચા, કલ્‍પનાબેન જોષી, અરજણ ભુડીયા, રાજેન્‍દ્રસિંહ જાડેજા, બચુભાઇ આરેઠીયા, શરદભાઇ આહિર, અલીભાઇ કેર, હાજી હસન, પડયાર, રમેશભાઇ ડાંગર, શિવજીભાઇ આહિર, મહેશભાઇ ઠક્કર, તકીશા સૈયદ, કિશોરદાન ગઢવી, પી.સી.ગઢવી, દિપક ડાંગર, ગની કુંભાર, ઘનશ્‍યામભાઇ ભાટી, કાસમ સમા વિ.નેતા ધીરજ રૂપાણી, અંજલી ગોર વિ. એ આવકારી હતી. એવું જીલ્‍લા પ્રવકતા ગનીભાઇ કુંભાર દ્વારા જણાવાયું છે.

(10:55 am IST)