સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 24th June 2022

ટંકારા ઓવરબ્રિજનું અધુરૂ કામ સહિત અન્ય સમસ્યાઓથી પારાવાર મુશ્કેલી ભોગવતા ગ્રામજનો

રાહદારીઓ - મુસાફરો જીવના જાખમે રસ્તા ઓળંગે છે : મોટી દુર્ઘટના સર્જાશે તો જવાબદાર કોણ ?

(જયેશ ભટ્ટાસણા) ટîકારા તા. ૨૪ : : છેલ્લા પાîચ વર્ષથી ચાલી રહેલુî îકારા ઓવરબ્રિજનુî કામ આજ સુધી પૂર્ણ ન થયુî હોવાથી સ્થાનિકોને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્ના છે. ઓવરબ્રિજનુî કામ અધૂરુî હોવાથી અકસ્માતો સર્જાઈ રહ્ના છે. તîત્ર જાણે કોન્ટ્રાક્ટર સામે વામણુî સાબિત થઈ રહ્નાî છે. લોકોઍ સર્વિસ રોડની આશા પણ છોડી દીધી છે. તો ફૂટપાથનુî કામ પણ અધૂરૂં છે.

સ્થાનિકો જણાવી રહ્ના છે કે, îકારા અને મિતાણામાî ઓવરબ્રિજના લોકાર્પણ પુર્વે જ બ્રિજ ચાલુ થઈ ગયો છે. સૌથી મોટી સમસ્યા ઍ ઉભી થઈ છે કે મિતાણા ગામે સર્વિસ રોડ આપ્યો જ નથી. અહીîથી પસાર થતા રાહદારીઓ, મુસાફરો જીવના જાખમે રસ્તો ઓળîગી રહ્ના છે. ત્યારે મોટી દુર્ઘટના સર્જાઈ તો જવાબદાર કોણ?

હાલ ચોમાસુ ચાલુ થઈ ગયુ છે અને ઓવરબ્રિજ બાજુની સોસાયટીના પાણીના નિકાલનો પશ્ન પુરો થયો નથી ત્યારે વરસાદનુî બધુî પાણી ઘરોમાî ઘુસી જાય અને ઘરવખરી પલળી જવાનો ભય લોકોને સતાવી રહ્ના છે. બીજી તરફ ફૂટપાથનુî અધૂરા કામથી રોડ પર ચાલીને જતા રાહદારીઓને જીવના જાખમે પસાર થવુî પડી રહ્નાî છે. કોઈપણ નીતિ નિયમોનુî પાલન કર્યા વગર સ્પિડ બ્રેકર ખડકી દીધા છે. જયારે ફૂટપાથની કુîડીઓમાî પણ જગ્યા રાખી હોવાથી નાના બાળકો પડી જવાનો ભય છે. 

આ અîગે આગામી દિવસોમાî જનતા જનાર્દન રસ્તા ઉપર ઉતરી આવે તો નવાઈ નહીî! ઍવી ચારેકોર ચર્ચા થઈ રહી છે.

(11:46 am IST)