સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 24th June 2022

ટંકારા પાસે કારમાં રાજકોટનો ક્રિપાલ ૨૦૦ લીટર દેશી દારૂ સાથે પકડાયો

તસ્‍વીરમાં પકડાયેલ શખ્‍સ અને કાર નજરે પડે છે. (તસ્‍વીર : પ્રવિણ વ્‍યાસ મોરબી)
(પ્રવિણ વ્‍યાસ દ્વારા) મોરબી તા. ૨૪ : ટંકારા પોલીસે ખીજડિયા ચોકડી પાસેથી સ્‍વીફટ કારમાં ૨૦૦ લીટર દેશી દારૂની હેરાફેરી કરતા રાજકોટના શખ્‍સને ઝડપી લીધો હતો.
પ્રાપ્ત વિગતો અનુસાર ટંકારા પો.સબ.ઈન્‍સ બી.ડી.પરમાર સુચનાથી પોલીસ સ્‍ટાફ પેટ્રોલીંગમાં હોય તે દરમ્‍યાન પો.કોન્‍સ ખાલીદખાન રફીકખાન કુરૈશીને મળેલ ચોક્કસ બાતમી આધારે વોચ ગોઠવીᅠટંકારા રાજકોટ મોરબી હાઇવે ખીજડીયા ચોકડી પાસે રાજકોટનો વતની આરોપી ક્રિપાલ જયંતિભાઈ સોલંકી સ્‍વીફટ કાર રજી નંબર-ᅠGJ-03-CE-2333ᅠવાળીમાથી પસાર થતા તેને અટકાવીને કારની તલાશી લેતા પાછળની સીટમા તથા ડેકીમાથી સફેદ પ્‍લા.ના બાચકામાં પ્‍લા.ની પારદર્શક દેશીદારૂ ભરેલ પ્‍લા.ની પારદર્શક કોથળીઓ નંગ- ૪ર દેશીદારૂ લીટર-૨૦૦ કુલ કિ.રૂ.૪૦૦૦ મળી આવ્‍યો હતો. જેથી પોલીસે દારૂનો જથ્‍થો અને સ્‍વીફટ કાર કુલ કિ.રૂ. ૨,૦૪,૦૦૦ના મુદામાલ જપ્ત કરી આરોપી વિરુધ્‍ધ ટંકારા પોલીસ સ્‍ટેશનમા પ્રોહી એકટ કલમ- ૬૫ઇ,૯૮(૨) મુજબ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
આ કામગીરીમાં ટંકારા પો.સબ.ઈન્‍સ બી.ડી.પરમાર,ᅠસર્વેલન્‍સ સ્‍કવોડના પોલીસ હેડ કોન્‍સટેબલ વિજયભાઇ નાગજીભાઇ બાર, એ.એસ.આઇ ભાવેશકુમાર ધીરજલાલ, પો.કોન્‍સ સિધ્‍ધરાજસિંહ અર્જુનસિંહ ઝાલા, સાગરકુમાર ડાયાલાલ તથા કૌશીકકુમાર રતિલાલ સહિતના પોલીસકર્મી જોડાયા હતા.

 

(12:11 pm IST)