સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 24th June 2022

મેકડાનો શખ્‍સ બંદૂક સાથે ઝડપાયો

અમરેલી :  મેકડા ગામની સીમ વિસ્‍તારમાં ભુરાભાઇ ભરવાડની વાડી/ખેતરની બાજુમાં હનુમાનજીની દેરી પાસે એક ઇસમ પોતાની પાસે ગેરકાયદેસર (અગિ્નશષા હથિયાર) રાખી ઉભો છે. અને ગુન્‍હો કરવાની પેરવીમાં હોય, જે અનુસંધાને બાતમીવાળી જગ્‍યાએ કોર્ડન કરી રેઇડ કરતા દેશી બનાવટી જામનગરી બંદૂક (અગિ્નશષા હથિયાર) સાથે નસીમભાઇ હયાતભાઇ મોરી, ઉ.વ.૪ર, ધંધો મજુરી, રહે. મેકડા ને ઝડપી લીધેલ છે.

પકડાયેલ ઇસમ વિરૂધ્‍ધ આર્મ્‍સ એકટ હેઠળ કાયદેસરની કાર્યવાહી કરી, ગુન્‍હો દાખલ કરાવી આરોપીને વધુ તપાસ અર્થે વડા પોલીસ સ્‍ટેશનમાં સોંપી આપેલ છે.

આમ, અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહની સુચના હેઠળ પી.બી. લક્કડ ઇન્‍ચાર્જ પો. સબ. ઇન્‍સ. એસ.ઓ.જી. તથા એસ.ઓ.જી. ટીમને દેશી હાથ બનાવટી જામગરી બંદૂક (અગિ્નશષા હથિયાર) સાથે એક ઇસમને ઝડપી પાડવામાં સફળતા મળેલ છે.

(12:57 pm IST)