સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 24th June 2022

દામનગર વિસ્‍તારમાં ખનીજ ચોરી

ત્રણ પકડાયા : અમરેલી : દામનગર પો.સ્‍ટે. વિસ્‍તારના મુળીયાપાટ ગામે સરકારી પડતર જમીને ગેરકાયદેસર વગર પાસપરમીટે ખનીજ માટીનુ જે.સી.બી. વતી ખોદકામ કરી ટ્રેકટરો મારફતે માટી ચોરી કરતા ત્રણ ઇસમોને એક જેસીબી તથા બે ટ્રેકટર ટ્રોલીઓ કુલ ૦૨ ટન માટી સાથે કુલ એક જેસીબી અને બે ટ્રેકટર ટ્રોલીઓ માટી સાથે મળી કુલ કિ. ૧૬,૦૧,૦૦૦ના મુદામાલ સાથે પકડી પાડી આરોપીઓ વિરૂધ્‍ધ દામનગર પોલીસ સ્‍ટેશનમાં પાર્ટ એ. ગુ.ર.નં. ૧૧૧૯૩૦૧૭૨૨૦૩૦૯/૨૦૨૨ આઇ.પી.સી.ક. ૩૭૯,૧૧૪ તથા એમ.એમ.ડી.આર એકટ ૧૯૫૭ની ક.૨૧ મુજબનો ગુન્‍હો રજી. કરી. (૧) જાહીદખાન જરૂરખાન પઠાણ ઉ.વ.૩૩ ધંધો.ડ્રાઇવર રહે.દામનગર ઠાસા રોડ,દામજીભાઇ ઠાસા વાળાના ગેરેજે તા.લાઠી જી.અમરેલી મુળ રહે.બુચાકા તા.પુન્‍હાના જી.લુફમેવાદ,હરીયાણા (૨) ખુશાલભાઇ રમેશભાઇ પંચાસરા ઉ.વ.૨૦ ધંધો.ડ્રાઇવીંગ રહે.ઠાસા તા.લાઠી જી.અમરેલી (૩) ઇસ્‍લામભાઇ ભીરમભાઇ કાઠાત ઉ.વ.૨૧ ધંધો ડ્રાઇવીંગ રહે મુળીયાપાટ અશોકભાઇ રાણાભાઇ બુધેલીયાની વાડીએ તા.લાઠી મુળ રહે સોડપુર તા.રાયપુર જી.પાલી રાજસ્‍થાન સામે કાર્યવાહી કરી છે. આ કામગીરી પોલીસ અધિક્ષક હિમકર સિંહ, અમરેલીનાઓ સુચનાથી નાયબ પોલીસ અધિક્ષક જે.પી.ભંડારી અમરેલી વિભાગનાઓ દ્વારા જરૂરી માર્ગદર્શન હેઠળ દામનગર પો.સ્‍ટે.ના પો.સબ ઇન્‍સ. એ.આર.છોવાળા નાઓ તથા દામનગર પોલીસ ટીમ દ્વારા કરવામા આવેલ છે.

(1:03 pm IST)