સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 24th June 2022

કેમેરા દ્વારા રસ્‍તામાં પડી ગયેલ લેપટોપ જૂનાગઢ પોલીસે શોધી કાઢેલ

જૂનાગઢ,તા.૨૪ : અહિંના ચાંદનીબેન પરમાર  રહે. જોષીપરા જુનાગઢ  તા. ૧૬/૦૬/૨૦૨૨ ના રોજ પોતાના દાદા અમળતભાઈ સાથે મોટર સાયકલમાં જૂનાગઢ ગાંધીચોક થી જોષીપરા પોતાના ધરે જતા હતા ત્‍યારે  મોટરસાયકલ ના હુકમાં પાછળના ભાગે રાખેલ રૂ. ૪૨,૦૦૦/- ની કિંમતનું લેપટોપ સહિતનું બેગ રસ્‍તામાં કયાંક પડી ગયેલ ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ બી.ડીવીઝન પો.સ્‍ટે.ના પી.આઇ. એન.આર. પટેલ, નેત્રમ શાખા (કમાન્‍ડ અને કંટ્રોલ સેન્‍ટર)ના પી.એસ.આઇ પી.એચ. મશરૂ,  પો.કોન્‍સ. અશોકભાઇ રામ, પો.કોન્‍સ. વિક્રમભાઇ જીલડીયા તથા હિનાબેન વેગડા, એન્‍જીનીયર મસુદઅલીખાન પઠાણ સહિતની ટીમ દ્વારા જહેમત ઉઠાવી ચાંદનીબેનના દાદા અમળતભાઇ જે સ્‍થળથી પસાર થયેલ તે સમગ્ર રૂટના  વિશ્વાસ -પ્રોજેક્‍ટ અંતર્ગત ઇન્‍સ્‍ટોલ કરવામાં આવેલ CCTV ફૂટેજ ચેક કરતા અમળતભાઇ જૂનાગઢ ગાંધીચોક થી જોષીપરા જતા હોય અને CCTV CAMERAમાં જોષીપરા સુધી લેપટોપની બેગ નજરે પડેલ. અને છેલ્લે જોષીપરા અગ્રાવત ચોકમાં CCTV CAMERAમાં આ લેપટોપ બેગ જોવા મળેલ. અને આ અગ્રાવત ચોકથી તેમનુ ઘર  નજીક હોય જેથી અનુમાન લગાવેલ કે અગ્રાવત ચોક આસપાસ બેગ પડી ગયું હોય શકે, અગ્રાવત ચોક સ્‍થળ ઉપર તપાસ કરતા કોઈ દુકાન વાળા ભાઈને આ લેપટોપ બેગ મળેલ પરંતુ આ લેપટોપ કોનું હોય તેની કોઈ ઓળખ ના મળેલ હોય જેથી તેમણે સાચવીને રાખેલ .
અમળતભાઇને પોતાની પૌત્રીનું રૂ. ૪૨,૦૦૦/-ની કિંમતનુ ખોવાયેલ લેપટોપ જૂનાગઢ પોલીસ દ્વારા  સહિ સલામત પરત અપાવવા માટે કરેલ સવેંદનપૂર્ણ કાર્યવાહીથી પ્રભાવિત થઈને અમળતભાઇ તથા ચાંદનીબેન પરમાર  દ્રારા જૂનાગઢ પોલીસનો આભાર વ્‍યક્‍ત કર્યો હતો.

 

(1:08 pm IST)