સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 24th June 2022

જૂનાગઢમાં ચોરાઉ વાહનનો આરોપી ઝડપાયો

જૂનાગઢઃ બી ડિવિ. પો.સ્‍ટેશન ગુ.ર.નં.૧૧૨૦૩૦૨૪૨૨૦૪૪૨/૨૦૨૨ આઈ.પી.સી.કલમ-૩૭૯ મુજબના કામે ચોરીમાં ગયેલ કાળા કલરની પોલીસ પટ્ટો હોન્‍ડા સ્‍પ્‍લેન્‍ડર જીજે-૧૧-૦૩-સીજે-૯૩૮૬ કિ.રૂા.૩૦,૦૦૦/- તથા આરોપીની વધુ પૂછપરછ કરતા જૂનાગઢ કલ્‍પ હોસ્‍પિટલની સામે આવેલ ચાની દુકાન પાસેથી મો.સા.ચોરી કરેલાની કબુલાત કરતો હોય જે મો.સા. પોકેટ કોપ એપ્‍લીકેશનનો ઉપયોગ કરી જોતા કિ.રૂા.૨૦,૦૦૦/- ગણી કુલ કિ.રૂા.૫૦,૦૦૦/-નો મુદ્દામાલ ૦૨ મો.સા. સાથે ઝાંઝરડા રોડ, આઘાર મોલ પાસેથી ચોરીમાં ગયેલ મો.સા.કબ્‍જે લઈ  કરણ રામભાઈ ગોરાણીયા મેર (ઉ.વ.૧૯) ધંધો- મજૂરી કામ રહે. યાર્ડની સામે, ગણેશ નગર, ફાટક પાસે તા.જેતપુરને પકડી પાડેલ છે.
આ કામગીરી જુનાગઢ, બી ડિવિઝન પોલીસ સ્‍ટેશનના પો.ઈન્‍સ. એન.આર. પટેલની સુચના મુજબ નેત્રમ શાખાના પો.સબ.ઈન્‍સ પી.એચ.મશરૂ તથા એ.એસ.આઈ ડી.ડી.ડાંગર તથા પો.હેડકોન્‍સ મેણસીભાઈ ગીગાભાઈ અખેડ તથા પો.હેડ.કોન્‍સ. ભુનભાઈ કારાભાઈ ઓડેદરા તથા પો.કોન્‍સ. વનરાજસિંહ બનેસિંહ ચુડાસમા તથા પો.કોન્‍સ સંજયભાઈ સવદાસભાઈ માલમ તથા પો.કોન્‍સ દિનેશભાઈ રામભાઈ ઝીલડીયા તથા પો.કોન્‍સ.નીતિનભાઈ નામદેવભાઈ હીરાણી તથા નેત્રમ શાખાના પો.કોન્‍સ જીવાભાઈ એમ. ગાંગણા તથા વુ.પો. કોન્‍સ. જાનવીબેન પટોડીયા તથા એન્‍જી. પાર્થભાઈ ભલાણી નાઓએ કરેલ છે.

 

(1:11 pm IST)