વિસાવદરની કુ.દ્રવ્યા પડશાળા ‘ગુજરાત ટોપ મોડેલ સિઝન-૩'માં અવ્વલ
(યાસીન બ્લોચ દ્વારા) વિસાવદર તા.૨૪:વિસાવદરના વતની અને ઈરિગેશન ડિપાર્ટમેન્ટમાં નિવૃતમાન એન્જનીયર વિનુભાઇ પડશાળાની પૌત્રી કુ. દ્રવ્યા આશિષભાઈએ તાજેતરમાં યોજાયેલ ‘ગુજરાત ટોપ મોડલ સિઝન -૩'માં અવ્વલ નંબર મેળવી પ્રિન્સેસનો ખિતાબ મેળવેલ છે.વિસાવદર તાલુકાની આ દિકરી અત્યારે વડોદરામાં ધો.૪ માં બિલાબોગ ઈન્ટરનેશનલ સ્કૂલમાં અભ્યાસ કરે છે.ફેશન ડિઝાઇનર માતા ડિમ્પલ પડશાળાએ પોતાની પુત્રીના કૌશલ્યને જોઈને આ મોડેલિગ ક્ષેત્રે માર્ગદર્શન આપી સાબિત કરી આપ્યુ કે,સંતાનના ઘડતરમાં માતાનુ કેટલુ યોગદાન હોય છે.
તેમજ તેની આ સિધ્ધીમાં પિતા આશિષ પડશાળાએ પોતાની સક્ષમ ભૂમિકા અદા કરેલ હતી.વડોદરા તેમજ સુરત જેવા શહેરોમાં યોજાતા આ ટેલેન્ટ શોમાં બાળકોને પોતાનુ કૌશલ્ય દેખાડવાની તક મળતી હોય છે.કુ. દ્રવ્યાએ છેલ્લા ચાર વર્ષમાં પાંચ અચિવમેન્ટ પ્રાપ્ત કરેલ છે. જેમાં (૧) ઈન્ડિયા સુપર કિડસ સિઝન ર૦૧૯ -મુંબઈ વિજેતા (૨)પ્રિન્સેસ ઓફ રેમ્પ -૨૦૨૧ ટાઈટલ હોલ્ડર (૩)બેસ્ટ પરફોમન્સ ઈન પરફેકટ મોડેલ - ટાઈટલ હોલ્ડર અને હાલમાં નાઈન કલસ' ગૃપ દ્વારા આયોજીત ગુજરાતની સૌથી મોટી બ્યુટી ઈવેન્ટ જેમાં બોલીવુડના નામાંકિત સોનાલિ સેહગલ તેમજ શ્યામ પટેલ અને કોરિયોગ્રાફરની ટીમ સમક્ષ ગુજરાત ટોપ મોડલ્સ સિઝન ૩ પ્રિન્સેસ ખિતાબ પ્રાપ્ત કરેલ. પોતાની સફળતાનો શ્રેય લિટલ ચેમ્પિયન દ્વવ્યાએ પોતાના મમ્મી ડિમ્પલ અને પપ્પા આશિષને આપ્યો હતો.નિવૃત એન્જીનીયર વિનુભાઇ પડશાળાએ પૌત્રીની આ સિદ્ધિથી ગૌરવ અનુભવેલ છે.