સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 24th June 2022

જુનાગઢમાં એટીએમ કાર્ડ બદલીને રૂપિયા ઉપાડી લેતા ર શખ્‍સો ૮.ર૮ લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા

ગુજરાતના ૬ જીલ્લા તથા અન્‍ય ૬ રાજયોના મળીને પ૧ ગુન્‍હાનો ભેદ ઉકેલતી જુનાગઢ ક્રાઇમ બ્રાન્‍ચ

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા.ર૪ : બેન્‍કમાં પૈસા ઉપાડવા આવતા અભણ તથા વૃધ્‍ધ લોકોને લઇ એટીએમકાર્ડ બદલી ચોરી કરી તેઓના ખાતામાંથી પૈસા ઉપાડી લઇ વિશ્વાસઘાત કરતી આંધપ્રદેશની આંતરરાજય ગેગના બે ઇમસોને પકડી પાડી રોકડા રૂ.૮૩.૧૦૦ તથા સોનાના બિસ્‍કીટ ર કિ. રૂ.૭પ૦૦૦ તથા અન્‍ય મુદામાલ સહિત કુલ કિ. રૂ.ર૮.ર૦૦ નો મુદામાલ રીકવર કરી ગુજરાત રાજયના -૬ જીલ્લા તથા અન્‍ય -૬ રાજયોના મળીકુલ પ૧ અનડીટેકટ ગૂન્‍હાઓ ક્રાઇમ બ્રાન્‍ચ જુનાગઢની ટીમે ઉકેલી લીધા છ.ે

પોલીસે ક્રિષ્‍નામુર્થી સા/ઓ રેકેપ્‍યા નાગપ્‍યા સુનપુશેટી, બલીજા, ઉ..૪૪ ધંધો હોટલનો રહે. પ/રપ કોડન્‍ટી કોસ ગામ મસ્‍જીદની પાસે તનકલ્લમંડલા તા.કદીરી જી. અનંતપુર રાજય આંધ્રપદેશ અને મોહના વેંકટરમના ચીન્‍થલા ગોડ ઉ.ર૭ ધંધો ડ્રાઇવીંગ રહે પીલર, રાજીવનગર કોલોની તા પીલર જી.ચીતૂર રાજય આંધપ્રદેશની ધરપકડ કરી છે.

આ શખ્‍સે અલગ-અલગ રાજયની અંદર કોઇપણ શહેરમાં આવેલ એસ. બી. આઇ.ના એટીએમ ખાતે જાય છે અને ત્‍યાં મોટી ઉમરના અથવા અભણ લોકો પૈસા ઉપાડવા આવે અને તેમને પૈસા ઉપાડતા આવડે નહીં. જેથી તેમને મદદ કરવાના બહાને એટીએમ કાર્ડ લઇ તેમની પાસેથી પીન નંબર જાણી તેમને જેટલા રૂપિયા જોતા હોય તે એટીએમમાંથી ઉપાડી તેમને આપી દે છે અને આ રીતે તેમનો વિશ્વાસ કેળવી આ વ્‍યકિતએ તેનુ એટીએમ કાર્ડ આરોપીઓને આપેલ હોય. તે તેને પાછૂ આપવાના બદલે અગાઉ ચોરી કરેલ હોય. તે એટીએમ કાર્ડ આરોપીઓ આ વ્‍યકિતને આપી ત્‍યાંથી નિકળી નજીકના બીજા કોઇપણ એટીએમએ જઇ રોકડા રૂપિયા ઉપાડી લે છે અથવા સોનાના દાગીના તથા અન્‍ય ચીજવસ્‍તુ આ એ. ટી. એમ. કાર્ડ સ્‍વાઇપ કરીને તેના ખાતામાંથી રૂપિયા ઉપાડી તેની ચોરી કરી ગુન્‍હાઓ આચરે છે.

આ કામગીરી જૂનાગઢ રેન્‍જના નાયબ પોલીસ મહાનિરીક્ષક મનિંદર પ્રતાપસિંહ પવાર અને તેમજ પોલીસ અધિક્ષક રવિ તેજા વાસમશેટ્ટીની સુચનાથી ક્રાઇમ બ્રાન્‍ચના પો. ઇન્‍સ. શ્રી એચ.આઇ.ભાટીના તથા બી ડીવી. પો.સ્‍ટે.ના  પો.ઇન્‍સ. શ્રી એન.આર.પટેલ તથા પો.સ.ઇ. શ્રી ડી.જી.બડવા, તથા પો..સ.ઇ. ડી.એમ.જલુ તથા ક્રાઇમ બ્રાન્‍ચ જૂનાગઢના એ.એસ.આઇ વિજયભાઇ બડવા, વિક્રમભાઇ ચાવડા, નિકુલ એમ.પટેલ તથા પો.હેડ કોન્‍સ. જયદિપભાઇ કનેરીયા, યશપાલસિંહ જાડેજા, જીતેષ મારૂ, તથા પો.કોન્‍સ. સાહિલ સમા, ભરતભાઇ સોલંકી, તથા ડ્રા.પો.કોન્‍સ. જગદીશભાઇ ભાટૂ, મુકેશભાઇ કોડીયાતર, વરજાંગભાઇ બોરીચા, વનરાજભાઇ ચાવડા વિગેરે પોલીસ સ્‍ટાફે કરી છે. (તસ્‍વીરઃ મુકેશ વાઘેલા-જૂનાગઢ)

(4:21 pm IST)