સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 24th June 2022

પોરબંદરમાં ૧ ઇંચ : ગોંડલમાં ધીમી ધારેઃ માંગરોળ-માણાવદરમાં વરસાદી-ઝાપટા

રાજકોટ,તા. ૨૪ : રાજકોટ સહિત સૌરાષ્‍ટ્ર -કચ્‍છમાં મિશ્ર વાતાવરણ બરકરાર છે આવા માહોલ વચ્‍ચે હળવા-ભારે ઝાપટા વરસી જાય છે.

પોરબંદર

(પરેશ પારેખ-હેમેન્‍દ્રભાઇ પારેખ દ્વારા) પોરબંદર : પોરબંદરમાં ઘટાટોપ વાદળછાંયા વાતાવરણ વચ્‍ચે ધોધમાર વરસાદ વરસતા એક ઇંચ વરસાદ પડતા સર્વત્ર પાણી -પાણી થઇ ગયુ છે

ગોંડલ

(ભાવેશ ભોજાણી દ્વારા) ગોંડલ : શહેરમાં આજે બપોરે એકાદ વાગ્‍યે વરસાદી માહોલમાં ધીમીધારે વરસાદ શરૂ થતા ગરમીમાંથી લોકોએ રાહત મળી છે.

જૂનાગઢ

(વિનુ જોષી દ્વારા) જૂનાગઢ : જૂનાગઢમાં માંગરોળ અને માણાવદરમાં વરસાદી ઝાપટા પડયા છે. 

(4:28 pm IST)