News of Friday, 24th June 2022
જૂનાગઢ જિલ્લાના મેંદરડા અને માંગરોળમાં ૧ ઈચ : ગોંડલ તાલુકાના વાસાવડ માં ધોધમાર વરસાદ
(વિનુ જોશી દ્વારા)જુનાગઢ: જૂનાગઢ જિલ્લામાં આજે બપોરના ૨થી ૪ દરમિયાન ઝાપટાથી માંડીને ૧ ઈચ વરસાદ વરસ્યો છે. જેમાં મેંદરડા અને માંગરોળમાં એક તથા માળીયા હાટીનામાં અડધો ઈંચ વરસાદ વરસ્યો છે જ્યારે કેશોદ જુનાગઢ ભેસાણ માણાવદર વંથલીમાં હળવા ઝાપટા પડયા છે.
રાજકોટ તા.૨૪ : જૂનાગઢ જિલ્લાના મેંદરડા અને માંગરોળમાં ૧ ઈચ વરસાદ પડ્યો છે જ્યારે ગોંડલ તાલુકાના વાસાવડ માં ધોધમાર વરસાદ વરસ્યો છે.
ગોંડલ તાલુકાના વાસાવડ માં આજે બપોરે ધોધમાર વરસાદ વરસ્યો છે.( તસવીર : ભાવેશ ભોજાણી ગોંડલ)
(4:45 pm IST)