સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 24th June 2022

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં મોબાઈલ પશુ દવાખાનાને ૨ વર્ષ પૂર્ણ :

જિલ્લા પંચાયત ખાતે જિલ્લા વિકાસ અધિકારીશ્રીના અધ્યક્ષ સ્થાને કેક કાપી ઉજવણી કરાઈ

દેવભૂમિ દ્વારકા:દેવભૂમિ દ્વારકા જિલ્લામાં જીવીકે ઈ એમ આર આઈ તેમજ પશુપાલન વિભાગના સંકલન દ્વારા કાર્યરત મોબાઈલ પશુ દવાખાનાને સફળતાપૂર્વક બે વર્ષ પૂર્ણ થયા છે. મોબાઈલ પશુ દવાખાનાને ૨ વર્ષ પૂર્ણ થતાં જિલ્લા પંચાયત દેવભૂમિ દ્વારકા ખાતે જિલ્લા વિકાસ અધિકારી  ડી જે જાડેજા, નાયબ પશુપાલન નિયામક એન.એન.પટેલ, પશુ તબીબ ડો અતુલ પટેલ, પ્રોગ્રામ મેનેજર ડો જતીન સંચાણીયા, પ્રોજેક્ટ કોઓર્ડિનેટર જય રતનપરા તેમજ ૧૦ ગ્રામ દીઠ એક મોબાઇલ પશુ દવાખાનાના વેટરનરી ડોક્ટર દ્વારા ઉજવણી કરવામાં આવી હતી.

(10:13 pm IST)