News of Saturday, 24th July 2021
મોરબીના નાની બજારમાં રહેતો યુવાન રાજકોટ જવાનું કહીને ગયા બાદ ગુમ
બાજુની દુકાનવાળાને તેની દુકાનની ચાવી આપી ઘરેથી કાઈ કહ્યા વિના જતો રહ્યો
મોરબીના નાની બજાર વિસ્તારનો રહેવાસી યુવાન રાજકોટ ધંધાના કામ અર્થે જવાનું કહીને ગયા બાદ ગુમ થયો હોય જેથી પોલીસે યુવાનના ગુમ થયાના બનાવની નોંધ કરી તપાસ ચલાવી છે
મોરબીના નાની બજાર મુલ્લા શેરીમાં રહેતા હુશેનભાઈ સેફુંદિનભાઈ લોખંડવાલાએ પોલીસને જાણ કરી જણાવ્યું છે કે તેનો દીકરો મુરતુંઝા હુશેન લોખંડવાલા (ઉ.વ.૨૩) વાળો નગર દરવાજે ચશ્માની દુકાને બેસેલ હોય અને બાજુની દુકાનવાળાને રાજકોટ ચશ્માના કામે જવાનું કહી બાજુની દુકાનવાળાને તેની દુકાનની ચાવી આપી ઘરેથી કાઈ કહ્યા વિના જતો રહ્યો છે એ ડીવીઝન પોલીસે યુવાન ગુમ થયાના બનાવની નોંધ કરી વધુ તપાસ ચલાવી છે
(11:16 pm IST)