સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 24th November 2020

તાલાલામાં પૂ. જલારામબાપા જન્મજયંતિની ઉજવણી

 વાંકાનેર : તાલાલા ગીરમાં ઉના રોડ ઉપર આવેલ શ્રી જલારામ મંદિર ખાતે સંત શિરોમણી શ્રી જલારામબાપાની (રર૧) મી જન્મ જયંતિ શ્રી જલારામ જયંતિ નિમીતે પૂ. જલારામબાપાની શોભાયાત્રા નીકળી હતી તેમજ પૂજય જલારામબાપાની મહાઆરતી યોજાયેલ તેમજ અન્નકોટ ધરાવવામાં આવેલ હતો તેમજ સાંજના પૂજય સંત શિરોમણી શ્રી જલારામબાપાની દીપ માળાની મહાઆરતી યોજાયેલ હતી. કોરોનાની મહામારી પ્રસાદનું આયોજન કરેલ નહોતું. શ્રી જલારામ જયંતિના પાવન પર્વે ઘરે ઘરે, રંગોળી આસો પાલવના   તોરણ બાંધવામાં આવેલ હતા તેમજ પૂજય જલારામબાપાના દર્શન કરીને તન, મન ને શાંતિ મેળવી ધન્યતા અનુભવી હતી. તેમ તાલાલાથી શ્રી જલારામ મંદિરના પરેશભાઇ રાયચુરાની યાદીમાં જણાવાયું છે.

(10:08 am IST)