સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 24th November 2020

ગિરનાર ૭ ડિગ્રીઃ અન્યત્ર ઠંડીમાં ઘટાડો

નલીયા ૧૧.૮, રાજકોટમાં ૧૩.ર ડિગ્રી લઘુતમ તાપમાનઃ સૌરાષ્ટ્ર-કચ્છમાં મિશ્ર હવામાન યથાવત

રાજકોટ તા. ર૪: રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં છેલ્લા ત્રણ-ચાર દિવસથી ઠંડીની અસર વધુ રહ્યા બાદ આજે તેમાં ઘટાડો થયો છે અને લઘુતમ તાપમાનનો પારો સતત નીચે જઇ રહ્યો હતો. જો કે આજે સવારે ઠંડીમાં સામાન્ય ઘટાડો નોંધાયો છે.

આજે વહેલી સવારે સૌથી નીચુ તાપમાન ગિરનાર પર્વત ઉપર ૭ ડિગ્રી નોંધાયું હતું. જયારે અન્યત્ર ઠંડીમાં ઘટાડો નોંધાયો છે.

આજે સવારે કચ્છના નલીયામાં લઘુતમ તાપમાન ૧૧.૮ ડિગ્રી નોંધાયું હતું. જયારે રાજકોટનું લઘુતમ તાપમાન ૧૩.ર ડિગ્રી નોંધાયું હતું.

ગત મોડી રાત્રીનાં અને આજે વહેલી સવારે ઠંડકમાં સામાન્ય ઘટાડો નોંધાયો હતો. જો કે લોકોને ગરમ વસ્ત્રોનો સહારો તો લેવો પડયો હતો.

સવારના સૂર્યનારાયણના દર્શન થતાની સાથે જ હુંફાળુ વાતાવરણ આજે છવાઇ ગયું હતું અને ઠંડકમાં રાહત થઇ હતી.

જુનાગઢ

જુનાગઢઃ જુનાગઢ તથા ગિરનાર પર ઠંડીની સાથે ઠારનું આક્રમણ થતાં લોકો અને પ્રવાસીઓ મુશ્કેલીમાં મુકાય ગયા હતા.

જુનાગઢમાં આજે સવારે લઘુતમ તાપમાનનો પારો વધુ નીચે ઉતરીને ૧ર.૧ ડિગ્રીએ સ્થિર થયો હતો. જયારે ગિરનાર પર્વત પર સવારનું તાપમાન ૭ ડિગ્રી રહ્યું હતું.

ઠંડીની સાથે વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૮૧ ટકા રહેતા ઠાર વધ્યો હતો. સવારે પવનની પ્રતિ કલાકની ઝડપ બે કિ.મી.ની રહી હતી.

કયાં કેટલી ઠંડી

શહેર

લઘુતમ

તાપમાન

ગિરનાર પર્વત

  ૭

 ડિગ્રી

અમદાવાદ

૧ર.૮

ડિગી

ડીસા

૧૩.૪

ડિગ્રી

વડોદરા

૧૪.ર

ડિગ્રી

સૂરત

૧૮.૪

ડિગ્રી

રાજકોટ

૧૩.ર

ડિગ્રી

કેશોદ

૧ર.૪

ડિગ્રી

ભાવનગર

૧૬.૪

ડિગ્રી

પોરબંદર

૧૩.૮

ડિગ્રી

વેરાવળ

૧૭.પ

ડિગ્રી

દ્વારકા

૧૮.ર

ડિગ્રી

ઓખા

ર૧.ર

ડિગ્રી

ભુજ

૧૬.ર

ડિગ્રી

નલીયા

૧૧.૮

ડિગ્રી

સુરેન્દ્રનગર

૧પ.૦

ડિગ્રી

ન્યુકંડલા

૧૪.૩

ડિગ્રી

કંડલા એરપોર્ટ

૧૩.ર

ડિગ્રી

અમરેલી

૧૧.૬

ડિગ્રી

ગાંધીનગર

૧૧.પ

ડિગ્રી

મહુવા

૧૩.પ

ડિગ્રી

દિવ

૧૬.૩

ડિગ્રી

વલસાડ

૧પ.પ

ડિગ્રી

વલ્લભવિદ્યાનગર

૧પ.૮

ડિગ્રી

(11:56 am IST)