સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 24th November 2020

પોરબંદર જિલ્લામાં કોરોનાનો વધુ ૧ કેસઃ અન્ય ૬ દર્દીઓ સાજા થયા

(સ્મીત પારેખ દ્વારા) પોરબંદર, તા. ૨૪ :. જિલ્લામાં કોરોના પોઝીટીવનો નવો એક કેસ આવ્યો છે. જિલ્લામાં અત્યાર સુધીમા કોરોના પોઝીટીવની કુલ સંખ્યા ૮૩૦ થઈ છે.

કોરોનાની સારવાર દરમિયાન ૬ દર્દીઓ સાજા થઈ જતા તેમને હોસ્પીટલમાંથી રજા આપી દેવામાં આવી છે. જિલ્લામાં અત્યાર સુધી સાજા થયેલ કોરોના દર્દીઓની કુલ સંખ્યા ૭૪૬એ પહોંચી છે. સિવિલ હોસ્પીટલમાં કોરોનાના હાલ ૧૨ દર્દીઓ સારવારમાં છે. હોમ આઈસોલેશનમાં ૪ વ્યકિતઓ છે.

(1:17 pm IST)