સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 24th November 2020

દામનગર પંથકમાં 'પ્રેમ સબંધ'માં યુવતિએ ગર્ભપાત કરાવી મૃત બાળકને દાટી દીધો !

અમરેલી, તા. ૨૪ :. દામનગર તાબાના નારાયણનગરમાં વાડીમાં કામ કરતી શ્રમિક યુવતીને ઈતરીયાના મના ભરત કતારીયા નામના યુવક સાથે પ્રેમસબંધ બંધાયો હતો. જેના કારણે શરીર સબંધ બાંધતા યુવતી ૬ માસ પહેલા ગર્ભવતી બની હતી. જે અંગે પરિવારને જાણ થતા ગર્ભપાત કરાવવાનો નિર્ણય કરાયો હતો અને ઢસામાં આવેલ સીતારામ હોસ્પીટલમાં ડો. પારસે શ્રવણ પાસે લઈ જવાઈ હતી અને ડોકટરે સાતમાં મહિને ગેરકાયદે ગર્ભપાત કરતા મૃત બાળકને દાટી દીધુ હતું. સમગ્ર ઘટના બહાર આવતા સ્થાનિક પીએસઆઈ વી.એલ. પરમારે યુવતી અને તેના કાકા તથા કાકી અને ઢસાના ડોકટર પારસ પ્રહલાદભાઈ શ્રવણ સામે ફોજદારી ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

સમઢીયાળામાં મારામારી

બગસરાના સમઢીયાળામાં જૂના મનદુઃખના કારણે નીતાબેન નથુભાઈ ચારોલીયા (ઉ.વ. ૨૫)ના જેઠ પ્રતાપભાઈને હસમુખ મધુ સરપંચે ભાગીયુ તમે રાખતા નહી. અમારે વાત થઈ ગયેલ છે. તેવુ જણાવી ભીમ મધુ, લક્ષ્મણ મધુ, રામ મધુ, લીલાબેન લક્ષ્મણભાઈ વાઘેલાએ ગાળો બોલી માર મારતા વચ્ચે પડતા નિતાબેનને માર માર્યાની બગસરા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે. જ્યારે સામા પક્ષે ભીમભાઈ મધુભાઈ વાઘેલાને પ્રતાપ નાગજી, નાગજી પુના, જગુ હરી, વિપુલ જગુ, નથુ નાગજી ચારોલીયાએ માર મારી ધમકી આપ્યાની બગસરા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે.

અકસ્માતમાં મોત

નાગેશ્રીથી દુધાળા વચ્ચે ટીંબી ગામના સાગર અરૂણભાઈ મહેતા (ઉ.વ. ૨૫) પોતાનુ બાઈક પૂરઝડપે અને બેફીકરાઈથી ચલાવતા રસ્તામાં રોઝડુ આડુ પડતા બાઈક સાથે અથડાતા ગંભીર ઈજા થતા સારવાર માટે દવાખાને ખસેડવામા આવતા સારવાર દરમ્યાન મોત નિપજ્યાનું ભાઈ પિનાકભાઈ અરૂણભાઈ મહેતાએ નાગેશ્રી પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે.

રાજુલાના બનાવમાં ફરીયાદ

રાજુલા તાલુકાના હિંડોરણા ચારનાળા પાસે હોમગાર્ડ કર્મી હુસેનભાઈ કાળુભાઈ જાખરા રહે. રાજુલા પોેલીસ સ્ટાફ સાથે વાહન ચેકીંગમાં હતા અને એન.સી.ની કામગીરી માટે ઉભા હતા ત્યારે ઉના તરફથી મારૂતી વાન જીજે ૦૪ સીએ ૯૨૦૧ ચાલક નિલેશ ભરત યાદવ રહે. ભાવનગર સીટબેલ્ટ બાંધેલ ન હોય. જેથી પાવતી બાબતે રકઝક થયેલ તેમજ વાનમાં બેઠેલા નિલેશ, અશ્વિન અરવિંદ સોલંકી, સંજય ચંદુ વાઘેલા સહિત પાંચ શખ્સો દારૂ પીધેલ હોવાથી પીએસઆઈ એ રાજુલા લઈ જવાનુ જણાવતા વાનને લઈ જતા આગળ બેઠેલા હુસેનભાઈને ગેરકાયદે મંડળી રચી માર મારી ફરજમાં રૂકાવટ કરી રસ્તામાં બબલુભાઈ ગેરેજવાળાને હડફેટે લઈ ઈજા કર્યાની રાજુલા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે.

(1:18 pm IST)