News of Thursday, 24th November 2022
જેતપુર કોગ્રેંસને વધુ એક ઝટકો :મહિલા કોંગ્રેસ મહામંત્રી શારદાબેન વેગડાએ રાજીનામુ આપ્યું
કોગ્રેંસ દ્વારા દિપક વેકરિયાને ટિકિટ આપતા નારાજગી :"સંઘર્ષમાં હું અને ટિકિટમાં તું નહિ ચાલે બેનર સાથે રાજીનામું આપ્યું છે. શારદાબેન વેગડાએ ટિકિટ માટે પણ દાવેદારી નોંધાવી હતી
અમદાવાદ : ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા જેતપુર કોગ્રેંસને વધુ એક ઝટકો લાગ્યો છે. જેમાં મહિલા કોંગ્રેસના મહામંત્રી શારદાબેન વેગડાએ સભ્ય પદેથી રાજીનામુ આપ્યું છે. થોડા દિવસ પહેલા જેતપુર અને જામકંડોરણા તાલુકા પ્રમુખ રાજીનામાં આપી ચુક્યા છે, જેતપુર બેઠક ઉપર જ્યારથી કોગ્રેંસે ઉમેદવાર જાહેરાત કરી ત્યારથી કોગ્રેંસમાં નારાજગીનો દોર છે.
જેતપુર બેઠક પર કોગ્રેંસ દ્વારા દિપક વેકરિયાને ટિકિટ આપી છે, "સંઘર્ષમાં હું અને ટિકિટમાં તું નહિ ચાલે બેનર સાથે રાજીનામું આપ્યું છે. શારદાબેન વેગડાએ ટિકિટ માટે પણ દાવેદારી નોંધાવી હતી, પ્રદેશ મહામંત્રી શારદાબેન વેગડાએ વિશાળ મહિલાઓની સભા યોજી રાજીનામુ આપ્યું છે
(12:09 am IST)