સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 24th November 2022

ધોરાજીમાં પ્રેમ સંબંધ ન છોડતા ભાઇના હાથે બહેનની હત્‍યા

એક જ એપાર્ટમેન્‍ટમાં રહેતા ફૈઝાન સાથેના પ્રેમ સંબંધની જાણ થતાં છરીના ખચાખચ ઘા ઝીંકી દઇને ૧૪ વર્ષની યાસ્‍મીન ઉર્ફે રોજીનાને મોતને ઘાટ ઉતારી : આરોપી ફિરોઝ સંધીની ધરપકડ

તસ્‍વીરમાં મૃતક યુવતિ તથા તેનું એપાર્ટમેન્‍ટ નજરે પડે છે. (તસ્‍વીર : કિશોર રાઠોડ, ધોરાજી)

 

(કિશોરભાઈ રાઠોડ દ્વારા) ધોરાજી તા. ૨૩ : ધોરાજીના જુનાગઢ રોડ ફોજી ચિકન ની સામે આવેલ આંબાવાડી કોલોની ખાતે રહેતા મુસ્‍લિમ પરિવારમાં સગા ભાઈ બહેન પ્રેમ સંબંધમાં ઝઘડી પડતા માતાની હાજરીમાં જ સગા ભાઈએ બહેનને સમજાવેલ કે તું પ્રેમ સંબંધ છોડી દે અને એ બાબતે માથાકૂટ થતા ભાઈ ઉશ્‍કેરાઈ જઈ પહેલા થપ્‍પડ ઝીંકી દીધી બાદ પોતાના નેફા માંથી છરી કાઢી પેટ માં તેમજ અન્‍ય ભાગમાં છરીના ઘાં મારી બહેનને ઢાળી દીધી હતી જે અંગે પોલીસે ગંભીરતા સમજીને ગુનો નોંધી આરોપીની રાત્રિના જ અટકાયત કરી લીધી હતી.

પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ ધોરાજીના જુનાગઢ રોડ આંબાવાડી કોલોની ખાતે રહેતા રેહાના બેન રજાકભાઈ શકરીયાણી જાતે સંધિ એ ધોરાજી પોલીસમાં ફરિયાદ નોંધાવતા જણાવેલ તે તેમની પુત્રી યાસ્‍મીન અને પોતે ઘરમાં રસોઈ કરતા હતા એ સમયે અંદાજે રાત્રિના આઠ વાગ્‍યા આસપાસ તેમનો પુત્ર ફિરોજ ઘરમાં આવી તેમની બહેનને જણાવેલ કે તું ફૈયાઝ સાથે પ્રેમ કરે છે તે તું પ્રેમ બંધ કરી દે પરંતુ આ બાબતે ભાઈ-બહેન વચ્‍ચે બોલાચાલી થતા માતાની નજર સામે જ પુત્ર ફિરોજ એ ઉશ્‍કેરાય જઇ યાસ્‍મીનને થપ્‍પડ મારી બાદ નેફાના ભાગમાંથી છરી કાઢી અને પેટમાં તેમજ પાછળના ભાગે છરી ના ઘા મારી નિર્મમ હત્‍યા કરવાનો પ્રયાસ કરતા યાસ્‍મીન ઘરમાં જ ઢળી ગઈ હતી અને તાત્‍કાલિક યાસ્‍મિનના માતાએ તેમના સગાવહાલને ઘરમાં બોલાવી તાત્‍કાલિક ઓટો રીક્ષામાં પ્રાઇવેટ હોસ્‍પિટલ ખાતે લઈ ગયેલ ત્‍યાંથી ડોક્‍ટરોએ તાત્‍કાલિક સિવિલ હોસ્‍પિટલમાં લઈ જવાનું જણાવતા ત્‍યાંથી ધોરાજી સિવિલ હોસ્‍પિટલ ખાતે લઈ જવામાં આવતા તબીબો એ મૃત જાહેર કરેલ.

ઉપરોક્‍ત બનાવવાની જાણ ધોરાજીના પોલીસ ઇન્‍સ્‍પેક્‍ટર અનિરૂદ્ધસિંહ ગોહિલ તેમજ સ્‍ટાફને જાણ થતા તાત્‍કાલિક ઘટના સ્‍થળે પહોંચી ગયેલ અને ધોરાજી સરકારી હોસ્‍પિટલ ખાતે પીએમ કરાવેલ આ સમયે મરણ જનાર યાસ્‍મીનના માતાનું નિવેદન લઈ તેમના આધારે ફરિયાદ ગુનો નોંધી આરોપી ફિરોજ સામે આઈપીસી કલમ ૩૦૨ હેઠળ ગુનો નોંધી રાત્રિના સમયે આરોપી ફિરોજની અટકાયત કરી લીધી હતી.

પોલીસ ઇન્‍સ્‍પેક્‍ટર અનિરૂદ્ધસિંહ ગોહિલે જણાવ્‍યા મુજબ જિલ્લા કલેકટરનો જાહેરનામાનો ભાગ કરેલ હોય હાલમાં ચૂંટણી ચાલતી હોય આવા સમયે તીક્ષણ હથિયારના ઘા મારી પ્રેમ સંબંધોના કારણે બહેનની હત્‍યા કરી નાખી જે બાબતે અમોએ ગંભીરતા સમજી પેટ્રોલિંગ હાથ ધર્યું હતું અને આરોપીને ગણતરીના કલાકોમાં જ દબોચી લીધો હતો ઉપરોક્‍ત બનાવવા અંગે તપાસ ચાલુ છે.

(11:20 am IST)