સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 24th November 2022

વાંકાનેર વિધાનસભાના ત્રિપાંખીયા જંગમાં ઉમેદવારો દ્વારા મિટીંગોનો ધમધમાટ

(મહમદ રાઠોડ દ્વારા) વાંકાનેર,તા. ૨૪ : ભૂતકાળમાં સ્‍વ. અટલ બિહારી વાજપેયીના સમયમાં તેરનો આંક ખૂબ ચર્ચાસ્‍પદ બન્‍યો હતો. હાલ ગુજરાતની તેરમી વિધાનસભાની ચૂંટણીનો જંગ જામ્‍યો છે. અને રાજયના વધુ બેઠકોમાં ત્રિપાંખિયો જંગ જામ્‍યો છે. તેમ વાંકાનેરમાં પણ ત્રિપાંખિયા જંગમાં કુલ ઉમેદવારોનો આંક પણ તેર જ થયો છે.

વાંકાનેર બેઠકમાં ભાજપ-કોંગ્રેસ-આમ આદમી પાર્ટી વચ્‍ચે આ ત્રિપાંખિયો જંગમાં બીએસપીના ઉમેદવાર પણ એક નિર્ણાયક ભૂમિકા ભજવે તેવું લાગી રહ્યું છે. હાલ મુખ્‍ય ત્રણ પક્ષોનો પ્રચાર ચરમ પર જોવા મળે છે. ભાજપ પણ શહેરના તમામ વોર્ડમાં મિટીંગો બાદ સામૂહિક જમણવારો યોજે છે. જ્‍યારે આમ આદમી પાર્ટીના ઉમેદવાર વિક્રમ સોરાણી પણ કુવાડવાના તમામ ગામો ફરી વાંકાનેર તાલુકાના મેસરીયા મહાલના તમામ ગામોમાં લોકસંપર્ક કરતા જોવા મળી રહ્યા છે. ગઇ કાલે જાલી જેતપરડા, દેરાળા, રાજથળી, લુણસર, ચિત્રાખડા, પલાંસ, ભેરડા, ખાનપરમાં જ્‍યારે આજે લુણસરીયા, બોકડથંભા, દિધલીયા, શેખરડી, ચાંચડીયા, કાશીપર, દલડી, કાશીયાગાળા, ગાંગીયાધાર, સરધારકા, પલાંસડી, ધમલપર, હશનપર, શકિતપરાથી સીધા વાંકાનેરના પંચાસર, વઘાસીયાઘ રાણેકપર, પંચાસીયા, વાંકીયાથી રાતીદેવરી સહિત વિસ્‍તારોમાં લોકસંપર્ક કરીને શહેરના વિશીપરા, મિલપ્‍લોટ, જીનપરાના મતદારોને મળશે. ‘આપ'ના ઉમેદવાર પ્રચારમાં જણાવે છે કે, ‘મતદારો એ કોંગ્રેસ બાદ ભાજપનું ગુજરાત જોયું છે. ત્‍યારે હવે એક મોકો કેજરીવાલને આપીને મોંઘવારી-ભ્રષ્‍ટાચાર દૂર કરવા આપને સત્તા આપો'

વાંકાનેરમાં આ પૂર્વે વિધાનસભા ચૂંટણીઓ પૂર્વે અકિઝટપોલના સર્વે કરનારાઓનો જાણે રાફડો ફાટયો હોય તેવું જોવા હાલ જોવા મળી રહ્યું છે. અગાઉ જોવા મળ્‍યુ ન હતું.

(10:57 am IST)