સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 24th November 2022

આટકોટ પાસે સ્‍ટેટીક સર્વેલન્‍સ ટીમ દ્વારા કારમાંથી ૧ લાખની રોકડ જપ્ત

તસ્‍વીરમાં સ્‍ટેટીક સર્વેલન્‍સ ટીમ નજરે પડે છે. (તસ્‍વીર : કરશન બામટા આટકોટ)

(કરશન બામટા દ્વારા) આટકોટ તા. ર૪ :.. આટકોટ પાસે સ્‍ટેટીક સર્વેલન્‍સની ટીમે કારમાંથી એક લાખની રોકડ રકમ પકડી પાડી તપાસ હાથ ધરી છે.

આટકોટના ટી પોઇન્‍ટ પાસે ચેક પોસ્‍ટ ઉપર એકઝીકયુટીવ મેજીસ્‍ટ્રેટ એફ. બી. મુલતાની સહિતના સ્‍ટાફ દ્વારા કાર નં. જી. જે. ૩૭-બી ૮૦૭૩ ને અટકાવી તલાસી લેતા ચાલક જયપાલસિંહ કિરીટસિંહ રાણા રે. ભાવનગરના કબ્‍જામાંથી એક લાખની રોકડ રકમ મળે આવતા જપ્ત કરાઇ હતી.

આ અગાઉ પણ આ ટીમ દ્વારા આ ચેક પોસ્‍ટ ઉપર બે વાર રોકડ રકમ જપ્ત કરાઇ હતી.

(11:34 am IST)