સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 24th November 2022

કારખાનામાં મંદી આવતા સુરેન્‍દ્રનગરના શખ્‍સે દારૂ વેંચવાનું શરૂ કરતા ઝડપાઇ ગયો

ટ્રાન્‍સપોર્ટમાં પાર્સલનો ઘા થાય તો પણ દારૂની બોટલ ફૂટે નહી તેમ થર્મોકોલના બોક્ષમાં માલ મંગાવાતો હતો

વઢવાણ,તા.૨૪ :  સુરેન્‍દ્રનગરના ઘર હો તો ઐસા કેમ્‍પસના પરીવાર ફલેટમાં એક ઘરમાં વિદેશી દારૂ હોવાની બાતમીને આધારે એલસીબી ટીમે રેડ કરી હતી. જેમાં કારખાનામાં મંદી આવતા ૩૩ વર્ષીય યુવાન દારૂ વેચવાનો ધંધો કરતો હોવાનું બહાર આવ્‍યુ છે. પોલીસે દારૂની ૨૩ બોટલ કિંમત રૂપીયા ૬,૯૦૦નો મુદ્દામાલ જપ્ત કરી આ યુવાન અને દારૂ આપનાર સહીત બે શખ્‍સો સામે બી ડીવીઝન પોલીસ મથકે ફરીયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

 બી ડીવીઝન પોલીસ મથક વિસ્‍તારમાં એલસીબી પીઆઈ વી.વી.ત્રીવેદીની સુચનાથી પેટ્રોલીંગ કરતા એન.ડી. ચુડાસમા, અજયસીંહ, દીલીપભાઈ, નિકુલસીહને શહેરના ઘર હો તો ઐસા કેમ્‍પસમાં આવેલા પરીવાર ફલેટના બ્‍લોક નં. ૭૦૫માં વિદેશી દારૂ અંગેની બાતમી મળી હતી. આથી પોલીસે દરોડો કરતા ૩૩. વર્ષીય અભીષેક સુરેશભાઈ શેઠ વિદેશી દારૂની ૨૩ બોટલ કિંમત રૂપીયા ૬,૯૦૦ સાથે પકડાયો હતો. આ શખ્‍સની પ્રાથમીક તપાસમાં તે કારખાનું ધરાવે છે. કારખાનામાં મંદી આવતા અભીષેક દારૂના વેચાણ તરફ વળ્‍યો હતો. અને છેલ્લા એકાદ માસથી દારૂનું વેચાણ કરતો હતો. જેમાં સુરેન્‍દ્રનગર બસ સ્‍ટેશન પાછળ રહેતા આદમ સલીમભાઈ માણેક તેને રૂપીયા ૭ હજારમાં દારૂની ૧ પેટી એટલે કે, ૧૨ નંગ બોટલ આપતો હતો. આ દારૂ વઢવાણ એપીએમસી પાસે આવેલ ઓમ લોજીસ્‍ટીક ટ્રાન્‍સપોર્ટમાંથી આદમભાઈના કહેવાથી એક રિક્ષાવાળો આપી જતો હતો. આથી પોલીસે અભીષેક સુરેશભાઈ શેઠની દારૂ સાથે ધરપકડ કરી અભીષેક અને આદમભાઈ સામે બી ડીવીઝન પોલીસ મથકે ગુનો નોંધ્‍યો છે. આ બનાવના અન્‍ય આરોપી આદમ સલીમભાઈ માણેકને ઝડપી લેવા વધુ તપાસ પોલીસ ચલાવી રહી છે.

 સામાન્‍ય રીતે ટ્રાન્‍સપોર્ટમાં આવતા માલ સામાનમાં સામાન તુટી જવાનો ભય રહેતો હોય છે. ત્‍યારે દારૂ ટ્રાન્‍સપોર્ટમાં મંગાવવાના આ બનાવમાં દારૂની બોટલ ફુટે નહી તે માટે આરોપીઓએ કીમીયો

 

પાર્સલનો ઘા થાય તો બોટલ ફૂટે નહીં તેવો કીમિયો અજમાવ્‍યો હતો. પાર્સલની અંદર થર્મોકોલના બોકસ બનાવી તેમાં દારૂની બોટલ મુકવામાં આવતી હતી. જેથી પાર્સલનો ઘા થાય કે અન્‍ય સ્‍થળે ભટકાય તો પણ દારૂની બોટલ કુટે નહી.

(4:37 pm IST)