સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 24th November 2022

જામનગરમાં ૪૦ વર્ષથી ભાજપ સાથે જોડાયેલા ભનાબાપા ચૌહાણે સતવારા સમાજને અન્‍યાય થતો હોવાનું કહીને નારાજ થઇને રાજીનામું ધરી દીધુ

જામનગર : જામનગરમાં ભારતીય જનતા પાર્ટી થી નારાજ થઈ સતવારા સમાજના ભનાબાપાએ પોતાનું રાજીનામ ધર્યું છે. છેલ્લા ૪૦ વર્ષમાં ભાજપ સાથે જોડાઈ ભાજપમાં જિલ્લાના ઉપપ્રમુખ હતા અને અત્‍યાર સુધી સતવારા સમાજને અન્‍યાય કરાતો હોવાના આક્ષેપ સાથે પોતાનું રાજીનામું  ધરી દીધું છે.  તેવો નિર્ણય પ્રેસ કોન્‍ફરન્‍સ યોજી જાહેર કર્યો છે. તસવીરઃ કિંજલ કારસરીયા, જામનગર. (તસ્‍વીરઃ કિંજલ કારસરીયા, જામનગર) (૯.૭)

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા. રઃ  જામનગરમાં  ભાજપ સાથે ૪૦ વર્ષથી જોડાયેલ ભાજપના ઉપપ્રમુખ ભનુભાઇ માધુભાઇ ચૌહાણ (ભનાબાપા) એ રાજીનામું ધરી દેતા રાજકીય ગરમાવો વ્‍યાપી ગયો છે.

ભાજપના પ્રમુખ રમેશભાઇ મુંગરાને રાજીનામું પત્ર પાઠવીને ભાનુભાઇ ચૌહાણે જણાવ્‍યું છે કે     છેલ્લા ૪૦ વર્ષથી ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલ છું. તેમજ હું જામનગર-દેવભૂમિ  દ્વારકા જીલ્લા સતવારા સમાજનો પ્રમુખ છું. અમારો સતવારા સમાજ બન્ને જીલ્લામાં વર્ષોથી ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલ છે  અને પાર્ટીના ગમે તેવા સમયમાં સતવારા સમાજે પાર્ટીનો સાથ છોડયો નથી પરંતુ સતવારા સમાજને ભારતીય જનતા પાર્ટી તરફથી  કોઈપણ જાતના મહતવના હોદાઓ આપવામાં આવેલ નથી. બંને જીલ્લાઓમાં અત્‍યારે જીલ્લા પંચાયતના પ્રમુખ, મેયર, પાર્ટીના પ્રમુખ  જેવા મહત્‍વના એકપણ હોદાઓ સતવારા સમાજને આપવામાં આવેલ નથી. તેમજ આ વખતની વિધાનસભાની ચુંટણીમાં ધારાસભાની  ટીકિટ માટે સતવારા સમાજ દ્વારા પાર્ટીના પ્રદેશ હોદેદારો સુધી રજુઆત કરવામાં આવેલ. બંને જીલ્લામાં મળીને સતવારા સમાજના કુલ    ૧,૮૦,૦૦૦ જેવા મતદારો હોવા છતાં પણ એકપણ ટીકીટ આપવામાં આવેલ નથી અને જે સમાજના ફકત ૨૫૦૦૦ જેવા મતદારો હોય  તે સમાજને ટીકીટ આપવામાં આવેલ છે. તેના પરથી આ સ્‍પષ્ટ થાય છે કે ભારતીય જનતા પાર્ટીમાં સતવારા સમાજની કોઈ ગણના નથી. 

સતવારા સમાજને કોગ્રેસ પાર્ટી દ્વારા ૨૦૧૭માં ધારાસભાની ટીકીટ ૭૭ ગ્રામ્‍ય જામનગર મત વિસ્‍તારમાં આપવામાં આવેલ  તેમાં અમારા સમાજના ધારાસભ્‍ય ચુંટાય આવેલ તેમ છતાં પણ અમારા સમાજે ભારતીય જનતા પાર્ટીના હિતને ધ્‍યાનમાં રાખીને અમારા  સમાજના ધારાસભ્‍યને ધારાસભ્‍ય પદ પરથી રાજીનામું અપાવીને તેમને ભારતીય જનતા પાર્ટીમાં ભેળવેલ પરંતુ આજ સુધી તેમની પણ  પાર્ટી દારા અવગણના કરવામાં આવે છે અને તેમને કોઈપણ જાતનો ન્‍યાય આપવામાં આવેલ નથી.   

રાજીનામું આપવાની સાથે હું મારા બંને જીલ્લાના સતવારા સમાજને આંપિલ કરૂ છું કે આવનારી વિધાનસભાની ચુંટણીમાં  આપણા સમાજનો કોઈપણ વ્‍યકિત જે કોઈ પાર્ટી માંથી બંને જીલ્લા માં ચુંટણી લડતો હોય તેના તરફી મતદાન કરવું અને અન્‍ય સીટો પર  ભારતીય જનતા પાર્ટી વિરૂધ્‍ધ જે પણ કોઈ પાર્ટીનો ઉમેદવાર જીતી શકતો હોય તેવા ઉમેદવારને મતદાન કરવું જેથી કરીને ભવિષયમાં  કોઈપણ પાર્ટી આપણા સમાજની નોંધ લ્‍યે અને આપણા સમાજને અન્‍યાય કરતા પહેલા સાતવાર વિચાર કરે આવનારા સમયમાં હું  સતવારા સમાજને સામાજીક તથા રાજકીય ન્‍યાય અપાવવા મારી લડત લડતો રહીશ તેમ ભનુાઇ માધુભાઇ ચૌહાણ ઉપપ્રમુખ ભારતીય જનતા પાર્ટી, જામનગર  એ જણાવ્‍યું છે.

(1:02 pm IST)