સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 24th November 2022

વેરાવળ સોમનાથમાં ચુંટણી પછી મોટી મંદીનો ભય

(દિપક કક્કડ દ્વારા) વેરાવળ, તા.૨૪: સોમનાથમાં ચુંટણીના માહોલ બાદ મોટી મંદીનો ભય છવાયેલ છે અનેક બેંકોમાં પ૦૦ થી વધારે એનપીએ ખાતા થયેલ છે રોકડ વહીવટ થતો નથી મીકલ્તોનો ભાવ ધટી ગયા છે મઘ્યમવર્ગ કંઈ લઈ શકતું નથી ગરીબો તો વધારે ગરીબીમાં ધકેલાય ગયા છે.

વેરાવળ સોમનાથ માં વિધાનસભા ચુંટણી પછી મોટા મંદીના ભય આવશે તેવું આર્થિક જાણકારો કંઈ રહયા છે છેલ્લા કેટલાય સમયથી રોકડ નાણાની તંગી છે જેને મીલ્કતો લીધી છે તેના ર૦ થી પ૦ ટકા ભાવ ઘટી ગયા છે ફકત બજારની અંદર બદલાના સોદાઓ થાય છે રોકડમાં કોઈ લેવા વાળુ મળતું નથી મઘ્યમવર્ગ પાસે નાણા ખુટી ગયા છે કંઈ ખરીદી કરી શકતું નથી ગરીબો વધારે ગરીબીમાં ધકેલાયાછે ફકત ખાણી પીણી કે નાની વસ્તુઓની ખરીદી થઈ રહેલ છે.

વિધાનસભાની ચુંટણીમાં રાજકીય પક્ષોના ઉમેદવારો દ્રારા કોથળા ખુલ્લા મુકાયેલ છે જેથી આખો દિવસ ભર્યો ભર્યો માહોલ રહે છે ઉત્સાહ પણ દેખાય છે પણ કોઈ દેવડ દેવડ થતી નથી તાજેતરમાં જે રીપોર્ટ આવેલ છે જે રીતે ચીનમાં કોરોનાએ ઉથલો મારેલ છે ત્યાં ભારે પ્રતિબંધ છે જેની અસર સીધી માછીમાર ઉદ્યોગ ઉપર પડેલી છે માલની નિકાશ બંધ જેવી છે અબજો રૃપીયા એક્ષપોર્ટરોના બાકી છે જેની સીધી અસર જીઆઈડીસી ઉપર પડશે જેથી હજારો શ્રમીકો  મુશ્કેલીમાં આવશે.

ફકત ગણયા ગાઠીયા અમીરો મીલ્કતો લે વેચ કરે છે બાકીના જે લે વેચ કરતા હતા તે ભારે મુશ્કેલીમાં છે તેને બેંકોમાંથી લોન લીધેલ છે તેને મીલ્કતા ર૦ થી પ૦ ટકા ઓછા આવે છે બેંકોની અંદર પ૦૦ થી વધારે એન.પી.એ ખાતા થયેલ છે જાહેર હરરાજીની જાહેરાતો આવવાની શરૃ થઈ ગયેલ છે આ વિસ્તારમાં મોંઘવારીએ માઝા મુકી છે મોટી મંદી આવશે તેવું જાણકારો કંઈ રહયા છે જેથી આર્થિક સર્વેક્ષણ કરનારોએ જણાવેલ હતું કે અત્યારે કોઈપણ જગ્યાએ રોકડ નાણાકીય પરીસ્થીતી સારી નથી જેથી સાવ ઝુપડપટીમાં રહેતા તેમજ મઘ્યમવર્ગને ખુબજ સાવચેતીપુર્વક જીવન નીરવાહ કરવું પડશે.

સરકારી, સહકારી તેમજ ખાનગી સંસ્થાઓ દ્રારા સોના ઉપર ધીરાણ અપાય રહેલ છે તેમાં પણ અનેક જગ્યાએ વ્યાજ ચડી જવાથી સોનું છોડાવી શકતા નથી જેથી તેની પણ અનેક જાહેરાતો આવી રહેલ છે.

(2:26 pm IST)