સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 24th November 2022

માધવપુરની બાળાનું અપહરણ કરી જનાર માંગરોળનો યુવાન ઝડપાયો

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર, તા. ર૪ : માધવપુરની બાળાનું અપહરણ કરી જનાર માંગરોળના કિશન હિરાભાઇ કાથડને પોલીસે પકડી પાડેલ છે.

માધવપુર કુંભારવાડા નાકા પાસે સગીર વયની દિકરીના અપહરણ અંગે માધવપુર પોલીસ સ્‍ટેશનમાં ગુન્‍હો દાખલ થયેલ છે. અને ગુન્‍હામાં સંડોવાયેલ આરોપી તથા ભોગ બનનારને તાત્‍કાલીક શોધ કાઢવા માટે પોલીસ મહાનીરીક્ષક, જુનાગઢ વિભાગ, જુનાગઢ, તથા પોલસ અધિક્ષક, પોરબંદર તથા નાયબ પોલીસ અધિક્ષક પોરબંદર (ગ્રામ્‍ય) નાઓના માર્ગદર્શન હેઠળ ગુન્‍હાની તપાસ કરનાર વી.કે. ગોલવેલકર પોલીસ ઇન્‍સ. ઇ/ચ સર્કલ પોલીસ ઇન્‍સ. ઇ/ચા સર્કલ પોલીસ ઇન્‍સ. રાણાવાવ નાઓને મળેલ બાતમી આધારે, તેઓશ્રીની કચેરીના રાઇટરશ્રી લખમણભાઇ માલદેભાઇ પલીસ હેડ કોન્‍સ. તથા ગીગાભાઇ બાબુભાઇ નાઓને આપેલ આદેશ મુજબ બાતમીના આધારે ગુન્‍હાના આરોપી કિશન હિરાભાઇ કાથડ રહે. માંગરોળ વાળાને પકડી પાડેલ છે.

આરોપીને પકડવાની આ કામગીરી વી.કે. ગોલવેલકર ઇ/ચા સર્કલ પોલીસ ઇન્‍સ્‍પેકટર, રાણાવાવ, પો. હેડ. કોન્‍સ. લખમણભાઇ માલદેભાઇ ગીગાભાઇ બાબુભાઇ, વુ. પોલીસ હેડ કોન્‍સ. સેજલબેન દેસુરભાઇએ કરી હતી.

(2:28 pm IST)