સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 24th November 2022

સાણંદ તાલુકાના કુંવાર પ્રાથમિક શાળામાં ક્લસ્ટર કક્ષાનું વિજ્ઞાન- ગણિત પર્યાવરણ પ્રદર્શન યોજાયું

પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને વિજ્ઞાન પ્રત્યે રુચિ કેળવવા જિજ્ઞાસા સંતોષવા અને સુષુપ્ત શક્તિઓનું અનાવરણ કરવા તક મળી રહે તેવા હેતુથી કાર્યક્રમનું આયોજન કરાયું

(વંદના નીલકંઠ વાસુકીયા) વિરમગામ : પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને વિજ્ઞાન પ્રત્યે રુચિ કેળવવા જિજ્ઞાસા  સંતોષવા અને સુષુપ્ત શક્તિઓનું અનાવરણ કરવા તક મળી રહે તેવા હેતુથી સાણંદ તાલુકાના વિંછીયા ક્લસ્ટરમાં સમાવિષ્ટ કુંવાર પ્રાથમિક શાળામાં ક્લસ્ટર કક્ષાનું વિજ્ઞાન- ગણિત અને પર્યાવરણ પ્રદર્શન યોજાયું હતું. જેમાં પ્રત્યેક વિભાગ અને પેટા વિભાગના પ્રથમ ત્રણ વિજેતાઓને પુરસ્કાર તેમજ ભાગ લીધેલ તમામ વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતાં. સી.આર.સી કોર્ડીનેટર હર્ષદકુમાર પ્રજાપતિ ના માર્ગદર્શન હેઠળ કુંવાર પ્રાથમિક શાળાના આચાર્ય,શિક્ષક ગણ અને બાળકોએ યજમાન પદે રહી સુંદર કાર્યક્રમ  કરવા બદલ આભાર વ્યકત કરવામાં આવ્યો હતો. (તસવીર : ચિરાગ પટેલ - સાણંદ)

(2:16 pm IST)