સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 24th November 2022

કચ્છના રાપરમાં કોંગ્રેસના ધારાસભ્ય સંતોકબેન પટેલની કાર ઉપર કથિત હુમલાના પ્રયાસથી ચકચાર

સોશ્યલ મીડિયામાં વાયરલ થયેલ વીડિયોએ સર્જી રાજકીય ચર્ચા

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૨૪ : કચ્છની રાપર બેઠક ઉપર કોંગ્રેસ અને ભાજપ વચ્ચે ગરમાગરમ ચુંટણી પ્રચાર દરમ્યાન હુમલા અંગેની દહેશત વ્યક્ત કરાયા બાદ આ બેઠક સમગ્ર ગુજરાતમાં ચર્ચામાં છે. અહીં ભાજપના ઉમેદવાર વિરેન્દ્રસિંહ જાડેજાએ કોંગ્રેસ વતી ચુંટણી લડતા વર્તમાન ધારાસભ્ય સંતોકબેનના પતિ ભચુભાઈ પટેલ ઉપર હુમલો થવાની દહેશત વ્યક્ત કરી તેમને પોલીસ રક્ષણ આપવાની રજૂઆત કરી હતી. હુમલાનો આક્ષેપ પોતાના ઉપર (વિરેન્દ્રસિંહ) આવશે એવી શંકા વ્યક્ત કરાઈ હતી. તે વચ્ચે હુમલાના કથિત પ્રયાસના આ બનાવે ચકચાર સર્જી છે. ધોળાવીરા પાસે આવેલ અમરાપર ગામ પાસે હુમલાનો આ પ્રયાસ કરાયો હોવાનું જાણવા મળે છે. જોકે, પથથર ફેંકનાર ને સંતોકબેન તેમ જ તેમની સાથે રહેલા લોકોએ પકડી ઠમઠોર્યો હતો. હજી સુધી આ અંગે હજી સુધી કોઈ સત્તાવાર ફરિયાદ થઈ નથી કે કોઈ નિવેદન આવ્યું નથી.

(2:18 pm IST)