સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 25th January 2023

ગોંડલમાં સીડી પરથી પટકાયેલા સોનલબેન જોગરાજીયાનું સારવાર દરમિયાન મોત

મૃતકને સંતાનમાં બે પુત્ર અને એક પુત્રી :માતાની છત્રછાયા ગુમાવતા પરીવારમાં શોકનું મોજુ ફરી વળ્યું

ગોંડલ ; સાંઢીયા પુલ પાસે રહેતા સોનલબેન ભાવેશભાઈ જોગરાજીયા (ઉ.40) બે દિવસ પહેલા પોતાના ઘરે હતા ત્યારે સીડી પરથી નીચે ઉતરતી વખતે સીડી પરથી પગ લપસતા નીચે પટકાયા હતા. જેમને માથામાં અને શરીરે ગંભીર ઈજા પહોંચતા પ્રથમ સારવારમાં ગોંડલ અને બાદમાં વધુ સારવાર માટે રાજકોટ સીવીલ હોસ્પીટલે ખસેડાયા હતા. જયાં તેનું ટુંકી સારવારમાં મોત નિપજયું હતું.

બનાવ અંગે સીવીલ ચોકીના સ્ટાફે ગોંડલ સીટી પોલીસને જાણ કરતા સ્ટાફ દોડી આવ્યો હતો. અને જરૂરી કાગળો કર્યા હતા. વધુમાં મૃતકને સંતાનમાં બે પુત્ર અને એક પુત્રી છે જેમને માતાની છત્રછાયા ગુમાવતા પરીવારમાં શોકનું મોજુ ફરી વળ્યું હતું.

(12:15 am IST)