સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 25th January 2023

કચ્‍છના નખત્રાણા પાસે બુલેટ અને કારની ટક્કરમાં મેળામાંથી પરત ફરતાં બે મિત્રોના મોત

મૃતક એક યુવાનના ટુંક સમયમાં જ લગ્ન હતાઃ કાર ચાલક દંપતી ઇજાગ્રસ્‍ત

(વિનોદ ગાલા દ્વારા)ભુજ,તા.૨૫:  કચ્‍છના નખત્રાણાના મોરાયᅠ ગામ પાસે મારુતિ વેન અને બુલેટ વચ્‍ચેની ટક્કરમાં બુલેટ સવાર બે યુવાનોના અરેરાટીભર્યા મોત નીપજયા હતા. સુમરાસર ગામે યોજાયેલા મેળામાંથી પોતાની બુલેટ મોટરસાઇકલ ઉપર પરત વળેલા નાની વિરાણી (નખત્રાણા) ગામના ૨૭ વર્ષીય ઓસમાણ મિસરી જત અને ૨૦ વર્ષીય સિકંદર હાજી જતને ઓમની કાર સાથેની ટક્કરમાં કાળ આંબી ગયો હતો.

ધડાકા સાથે તેમની બુલેટ મોટરસાઇકલ અને કાર અથડાઈ હતી જેમાં બન્નેના મોત નીપજયા હતા. કરુણતા એ છે કે, મૃતક સિકંદર હાજી જત ના આવતાં મહિને જ લગ્ન હતા. મારુતિ વેન માં સવાર દંપતી ને ઈજાઓ થતાં ભુજની સરકારી હોસ્‍પિટલમાં ખસેડાયા છે. નખત્રાણા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

(10:48 am IST)