સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 25th January 2023

જૂનાગઢની સરકારી વિનયન કોલેજ ભેંસાણમાં G20 વિષય પર કિવઝ સ્‍પર્ધા યોજાઈ

 જૂનાગઢ : સરકારી વિનયન કૉલેજ,ભેંસાણ દ્વારા ઉચ્‍ચશિક્ષણન કમિશનરની કચેરી ગાંધીનગર દ્વારા સૂચિત G ૨૦ વિદ્યાર્થીઓમાં જાગળતિ લાવવા અર્થે તે અંતર્ગત કિવઝ સ્‍પર્ધાનું આયોજન   કરવામાં આવેલ. આ કિવઝ સ્‍પર્ધાનો વિષય “G20 કિવઝ સ્‍પર્ધા''રાખવામાં આવેલ. જેમાG 20 ની થીમ, લોગો, પર્યાવરણ, સમીટની શરૂઆત જેવા અલગ ટોપીકના પ્રશ્‍નોનો સમાવેશ કરવામાં આવેલ હતો. જે ગુગલ ફોર્મના માધ્‍યમથી કિવઝ નું આયોજન કરવામાં આવેલ હતુ. આ કાર્યક્રમમાં ૪૨ વિદ્યાર્થીઓએ રસપૂર્વક ભાગ લીધેલ. તેમજ આ કૉલેજના આચાર્યશ્રી ડૉ.યોગેશ કુમાર વિ.પાઠક સર દ્વારા G20 વિશે માહિતી આપી તમામ વિદ્યાર્થીઓને પ્રોત્‍સાહિત કરેલ. આ સમગ્ર કાર્યક્રમનું આયોજન અને સંચાલન  G20 નોડલ ઓફીસર એવા આ.સી  પ્રો.ડૉ.સચિન જે પીઠડીયા દ્વારા કરવામાં આવેલ. સાથો સાથ સમગ્ર કોલેજ અધ્‍યાપકો જોડાય કાર્યક્રમને સફળ બનાવેલ. (અહેવાલ : વિનુ જોષી, તસ્‍વીર : મુકેશ વાઘેલા જૂનાગઢ)

(10:54 am IST)